કાનપુરઃ શેલ્ટર હોમની 2 નહીં 7 સગીરા ગર્ભવતી, SSPએ કરી આ સ્પષ્ટતા

News18 Gujarati
Updated: June 22, 2020, 8:42 AM IST
કાનપુરઃ શેલ્ટર હોમની 2 નહીં 7 સગીરા ગર્ભવતી, SSPએ કરી આ સ્પષ્ટતા
સંરક્ષણ ગૃહની 57 છોકરીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું, જેમાંથી 7 ગર્ભવતી

સંરક્ષણ ગૃહની 57 છોકરીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું, જેમાંથી 7 ગર્ભવતી

  • Share this:
કાનપુરઃ સ્વરૂપ નગરના બાલિકા સંરક્ષણ ગૃહ (Shelter Home)માં 7 સગીરાઓ ગર્ભવતી (Pregnant) થવાની પુષ્ટિ થયા બાદથી હોબાળો થઈ ગયો છે. હવે આ મામલે જ્યાં એક તરફ પ્રશાસનમાં ખળભળાટ છે તો રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. જોકે, જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે તમામ ગર્ભવતી સગીરાઓ અહીં લાવતાં પહેલા જ ગર્ભવતી હતી. મૂળે, કોરોના માટેની તપાસ ટીમ જ્યારે સંરક્ષણ ગૃહમાં પહોંચી તો આ વાતનો ખુલાસો થયો. સંરક્ષણ ગૃહની 57 છોકરીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું, જેમાંથી 7 ગર્ભવતી છે. ગર્ભવતી સગીરાઓમાંથી 5માં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

મળતી જાણકારી મુજબ, ગર્ભવતી સગીરાઓમાં એક સગીરાને 8 માસ અને બીજાને સાડા આઠ માસનો ગર્ભ છે. તેની પર હવે બંનેને મેટરનિટી હૉસ્પિટલ રેફર કરવામાં આવી છે. તપાસમાં એક એચઆઈવી સંક્રમિત મળી તો બીજીને હેપેટાઇટિસ સીનું સંક્રમણ છે. તેને કારણે તેમને ખાસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.


આ પણ વાંચો, ફેસબુક લાઇવ કરીને ફાંસી પર લટકી ગયો યુવક, દોસ્ત કરતા રહ્યા કોમેન્ટ- ‘પ્લીઝ આવું ન કરો’

SSP દિનેશ કુમારે જણાવ્યું કે તમામ સગીરા સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવી તે સમયે જ ગર્ભવતી હતી. પાંચ સંક્રમિત સંવાસિની આગ્રા, એટા, કન્નોજ, ફિરોજાબાદ અને કાનપુરના બાળ કલ્યાણ સમિતિથી સંદર્ભિત કર્યા બાદ અહીં રાખવામાં આવી હતી. SSPનું કહેવું છે કે પોકસો એક્ટ હેઠળ એક કિશોરી કન્નોજ અને બીજી આગ્રાથી કાનપુર આવી છે. રેસ્કયૂ સમયે જે બંને ગર્ભવતી હતી અને ડિસેમ્બર 2019માં સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. બંને 6 મહિના પહેલા સંરક્ષણ ગૃહમાં આવી છે, જ્યારે ગર્ભ 8 મહિનાનો છે. સંરક્ષણ સમયથી બંનેના ગર્ભવતી હોવાનો રેકોર્ડ છે.

આ પણ વાંચો, સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસને મળી 5 પર્સનલ ડાયરી
First published: June 22, 2020, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading