બદમાશોની દાદાગીરીનો Viral Video, એક વ્યક્તિને બોનેટ પર લટકાવી દઈ, કેટલાક KM દોડાવી કાર

કાનપુરમાં ગાડીના બોયનેટ પર વ્યક્તિને લટકાયો

વીડિયોમાં જોઈ શકાય છે કે, બોનેટ પર લટકતો એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે, આટલું જ નહીં તે સમયે કાર ફૂલ સ્પીડે પણ જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિએ તેના ઘરની છત પરથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો

 • Share this:
  કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં, ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત જાજમાઉ ચૂંગી નજીક કેટલાક કાર ચાલકની દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં બોનેટ પર લટકતો એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે, આટલું જ નહીં તે સમયે કાર ફૂલ સ્પીડે પણ જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિએ તેના ઘરની છત પરથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. આ પછી આ વીડિયો વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે અને વીડિયોમાં તે વ્યક્તિ અને કારની ઓળખ શરૂ કરી છે. આ કેસમાં કાનપુર પોલીસે કારની ઓળખ માટે અપીલ પણ જાહેર કરી છે.

  મળતી માહિતી મુજબ અહીં એક વેગન આર અને ડીસીએમ વચ્ચે સામાન્ય ટક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ, તોફાની તત્વો સમાન કાર ચાલકોએ ડીસીએમ ડ્રાઇવરને બોનેટ પર લટકાવીને ફૂલ સ્પીડમાં કાર હંકારી દીધી હતી.

  ડીસીએમ ડ્રાઈવર મહામહેનતે જીવના જોખમ સાથે કારના બોનેટ પર લટકતો રહ્યો હતો. આ ઘટના દરમિયાન એક યુવકે તેના ઘરની છત પરથી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ પોલીસ-વિભાગમાં હંગામો મચી ગયો હતો.

  આ પણ વાંચોCrime: ઘર જમાઈએ સાસુની નિર્દયતાથી કરી હત્યા, લોખંડના સળિયાના અનેક ફટકા માર્યા

  આ સમગ્ર મામલે પૂર્વ પોલીસ કમિશનર પૂર્વ અનૂપ કુમારે જણાવ્યું હતું કે, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક કારના બોનેટ પર લટકતો જોવા મળી રહ્યો છે. પોલીસે આ બનાવમાં ગુનો નોંધ્યો છે.  આ પણ વાંચોસરપંચ પતિએ અપમાનનો બદલો લેવા બે સંબંધિઓના હાથ કાપી નાખ્યા, જુઓ દર્દનાક કહાનીનું સત્ય

  આ મામલે પોલીસ નાયબ પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે, જો કોઈની પાસે આ કારનો નંબર છે, અથવા આ ઘટનાને લગતી કોઈ માહિતી છે, તો તેઓએ પોલીસની મદદ કરવી જોઈએ, જેથી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ અપીલ સિવાય પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કરી દીધું છે. ડેપ્યુટી કમિશનર પોલીસએ જણાવ્યું હતું કે, આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: