આગ્રા એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, કાર-બસની ટક્કરમાં 6 લોકોનાં મોત

આગ્રા એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, કાર-બસની ટક્કરમાં 6 લોકોનાં મોત
ડ્રાઇવરને ઝોંકું આવી જતાં બસ ડિવાઇડર કૂદીને સામેથી આવતી ફૉચ્યૂનર સાથે ટકરાઈ ગઈ

ડ્રાઇવરને ઝોંકું આવી જતાં બસ ડિવાઇડર કૂદીને સામેથી આવતી ફૉચ્યૂનર સાથે ટકરાઈ ગઈ

 • Share this:
  કાનપુર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના જનપદ કાનપુર (Kanpur)માં બિલ્હૌર મકનપુર પોલીસ સ્ટેશનની હદના લખનઉ-આગ્રા એક્સપ્રેસવે (Lucknow-Agra Expressway) પર એક એસયૂવી અને રોડવેજની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં કારમાં સવાર પાંચ લોકો અને બસ ચાલકનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ બે આગ્રાથી બિહારના મુજફ્ફરપુર જઈ રહી હતી.

  પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ, દુર્ઘટના પાછળ બસ ચાલકની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ ડિવાઇડર પાર કરીને બીજી લેન ઘૂસી ગઈ અને સામેથી આવી રહેલી ફૉર્ચ્યૂનર સાથે ટકરાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કૂચડો વળી ગયો. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  બિહારા રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ મુજફ્ફરપુર (બિહાર) જઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઇવરને ઝોંકું આવી ગયું. તેજ સ્પીડે દોડતી બસ ડિવાઇડર કૂદાવીને બીજી લેનમાં ઘૂસી ગઈ અને દિલ્હી તરફ જઈ રહેલી ફૉચ્યૂનર સાથે ટકરાઈ ગઈ.

  પોલીસના જણાવ્યા મુજબ, ફૉચ્યૂનર કાર જે દુર્ઘાટનગ્રસ્ત થઈ છે તે દિલ્હી નંબર પ્લેટની છે .ઘટના બાદ મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી.

  (ઇનપુટ : શ્યામ તિવારી)

  આ પણ વાંચો, TikTok પર Viral થઈ ખતરનાક ચેલેન્જ, ગરદન-હાડકાં તૂટવાનો ડર
  Published by:News18 Gujarati
  First published:February 18, 2020, 08:58 am

  ટૉપ ન્યૂઝ