Home /News /national-international /ઉદ્યોગપતિ પિયુષ જૈનના ઘરે પડેલા દરોડામાં મળ્યા અરબો રૂપિયા, અહીં જાણો શું થશે તેનું?

ઉદ્યોગપતિ પિયુષ જૈનના ઘરે પડેલા દરોડામાં મળ્યા અરબો રૂપિયા, અહીં જાણો શું થશે તેનું?

પિયુષ જૈન (Piyush Jain Kanpur Business) 40થી વધુ કંપનીઓ ધરાવે છે

Piyush Jain raid - કાનપુરના ઉદ્યોગપતિ પિયુષ જૈન (Piyush Jain)ના ઘરેથી અત્યાર સુધીમાં 257 કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત મળી આવ્યા છે

નવી દિલ્હી : GST ઇન્ટેલિજન્સ (GST intelligence)ના ઓપરેશનમાં કાનપુરના ઉદ્યોગપતિ પિયુષ જૈન (Piyush Jain)ના ઘરેથી અત્યાર સુધીમાં 257 કરોડ રૂપિયાની રોકડ અને ઝવેરાત મળી આવ્યા છે. પિયુષ જૈન પરફ્યુમના વેપારી છે અને અબજો રૂપિયાના આસામી છે. આ તપાસમાં હવે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એટલે કે EDની તપાસ પણ ઊંડે સુધી જાય તેવું જણાઈ રહ્યું છે.

લોકોને સમાચારપત્રો અને ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી આ તપાસની જાણ થઈ છે. ત્યારથી પિયુષ જૈનના ઘરમાંથી મળી આવેલી માતબર રકમ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આટલા રૂપિયાનું હવે શું થશે તેવા સવાલ ઉઠે છે. શું સરકારી વિભાગ બધા જ પૈસા કબજે કરી લેશે? તેવા પ્રશ્નો પણ લોકોના મનમાં ઉઠે છે. જેથી અહીં તે પૈસાનું શું થઈ શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.

નિષ્ણાંતોનું શું કહેવું છે?

આ કેસના નિષ્ણાંતોનું કહેવું છે કે, આવા કેસમાં બે પરિસ્થિતિ હોઈ શકે છે. પ્રથમ, વસૂલ કરાયેલા નાણાંમાંથી 60 ટકા ટેક્સ કાપી શકાય અને બાકીનો હિસ્સો ઉદ્યોગપતિ પિયુષ જૈનને પરત કરી શકાય છે. કારણ કે જે પણ પૈસા વસૂલ કરવામાં આવ્યા છે તે કર ચૂકવીને ભેગા કરવામાં આવ્યા નથી. બીજી તરફ પિયુષ જૈને સાબિત કરવું પડશે કે તેણે ટેક્સ ચૂકવીને જ આટલા પૈસા એકઠા કર્યા છે. આનો અર્થ એ થયો કે તેને લગભગ 155 કરોડ રૂપિયા કાપીને લગભગ 102 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો - ગુજરાતમાં રહીને મકાન માલિકે રાજસ્થાનમાં ઘરમાં થતી ચોરીને અટકાવી, જાણો અજીબ આઈડિયા વિશે

આ આવક ગેરકાયદે હશે તો...

બીજી પરિસ્થિતિમાં પિયુષ જૈન પૈસા અને ઝવેરાત અથવા અન્ય મિલકત તેમના વ્યવસાયમાંથી કમાયા હોય અને તે મિલકત કર ચૂકવ્યા વગર એકઠી કરવામાં આવી હોય તેવી સ્થિતિમાં તેમને પૈસા પાછા નહીં મળે. મતલબ કે જો આ નાણાં ગેરકાયદે રીતે એકત્ર કરવામાં આવ્યા હશે તો બધા જ પૈસા જપ્ત થઈ જશે.

કોણ છે પિયુષ જૈન?

પિયુષ જૈનનો જન્મ કન્નોજમાં થયો હતો અને તેમણે કાનપુરમાં પોતાનો ધંધો સ્થાપ્યો હતો. કન્નોજના જૈન સ્ટ્રીટમાં તેમનું પૈતૃક ઘર છે. જે એક સમયે એકદમ નાનું હતું. પણ હવે આ ઘર એક આલીશાન બંગલામાં ફેરવાઈ ગયું છે. જૈન સ્ટ્રીટના તેના પડોશીઓ જણાવે છે કે, જૈન પરિવાર આટલો શ્રીમંત હશે તેનો ખ્યાલ જ ન હતો. પિયુષ જૈનના પિતા મહેશચંદ્ર જૈન વ્યવસાયે કેમિસ્ટ છે. તેમની પત્નીનું બે વર્ષ પહેલા નિધન થયું હતું. મહેશ પાસેથી જ તેમના પુત્રો પિયુષ અને અંબરીશે અત્તર અને ખાદ્ય ચીજો માટે એસેન્સ બનાવતા શીખ્યા હતા.

આ પણ વાંચો - Piyush Jain Arrested: પિયુષ જૈનની ધરપકડ, દરોડોમાં મળી હતી 257 કરોડથી વધુ રોકડ રકમ

પિયુષ જૈનનો ધંધો શું છે?

પિયુષ જૈન (Piyush Jain Kanpur Business) 40થી વધુ કંપનીઓ ધરાવે છે. આમાંની બે કંપનીઓ મધ્ય પૂર્વમાં છે. કન્નોજમાં તેની પરફ્યુમ ફેક્ટરી, કોલસાનો સંગ્રહ અને પેટ્રોલ પંપ પણ છે. પુયૂષની મુંબઈમાં હેડ ઓફિસ અને બંગલો છે. પિયુષ જૈન મુંબઈથી આખો પરફ્યુમ બિઝનેસ કરે છે. પરફ્યુમ મુંબઈથી વિદેશ મોકલવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: GST, Kanpur raid, Piyush Jain

विज्ञापन
विज्ञापन