ડર્બલ મર્ડરના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પગમાં ગોળી વાગતાં ઝડપાયો

News18 Gujarati
Updated: March 12, 2020, 11:58 AM IST
ડર્બલ મર્ડરના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પગમાં ગોળી વાગતાં ઝડપાયો
બે યુવકોના હત્યારા ભગવતીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પોલીસે વળતી કાર્યવાહી કરતાં એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

બે યુવકોના હત્યારા ભગવતીએ પોલીસ પર ફાયરિંગ કર્યું, પોલીસે વળતી કાર્યવાહી કરતાં એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

  • Share this:
કાનપુર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર જિલ્લા (Kanpur District)માં પોલીસ (Police)એ ડબલ મર્ડર (Double Murder)ના આરોપીએ એન્કાઉન્ટર (Encounter) બાદ ઝડપી પાડ્યો છે. એન્કાઉન્ટરમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. પોલીસે તેની પાસેથી તમંચો અને બે કારતૂસ જપ્ત કરી લીધા છે. પોલીસે ઘાયલ આરોપીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. નોંધનીય છે કે, હોળીની રાત્રે આરોપીએ બે દોસ્તોની હત્યા કરી દીધી હતી.

હોલિકા દહનના દિવસે થઈ હતી બે દોસ્તોની હત્યા

ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદના ઉદેતપુર ગામમાં હોલિકા દહનની તૈયારી ચાલી રહી હતી. ત્યારે રૂપિયા નહીં આપતાં દબંગ ભગવતી ગુડિયાએ અસ્તરાથી ઘા માર્યા બાદ ઈંટ અને પથ્થરથી કચડીને હત્યા કરી દીધી હતી. ડબલ મર્ડરના આ ઘટનાથી ગામમાં હોબાળો થઈ ગયો હતો. ત્યારબાદ લોકોએ હોલિકા દહન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે તણાવને જોતાં ગામમાં પીએસી તૈનાત કરી દીધી હતી. હત્યાની ઘટના બાદથી પોલીસ ચારે તરફ ભગવતીની શોધખોળ કરી રહી હતી.

આરોપીએ દેશી તમંચાથી પોલીસ પર કર્યું ફાયરિંગ

ચૌબેપુર પોલીસનો દાવો છે કે, ડબલ મર્ડરનો આરોપી ભગવતી ઉર્ફે અજયની પોલીસે 11 માર્ચે ધરપકડ કરી હતી. પોલીસ મોડી રાત્રે તેના અસ્તરાથી ક્યાં છુપાયો છે તેની શોધખોળ કરવા માટે લઈ ગઈ હતી. ગામની બહાર અસ્તરો છુપાવાના સ્થળે ભગવતી તેમને લઈ ગયો. જ્યાં પહેલાથી જ છુપાવી રાખેલા તમંચાથી તેણે બહાર કાઢ્યો. ત્યારબાદ તેણે પોલીસ પર ફાયરિંગ કરી દીધું. તેની વળતી કાર્યવાહીમાં પોલીસે પણ તેની પર ફાયરિંગ કરતાં ગોળી તેના પગમાં વાગી. જેના કારણે તે ઘાયલ થઈને નીચે પટકાઈ પડ્યો. પોલીસે તેને ફરી કસ્ટડીમાં લીધો અને ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલો અસ્તરો જપ્ત કર્યો. પોલીસને તેની પાસેથી એક દેશી તમંચો, બે ખોખા અને બે જીવતા કારતૂસ મળી આવ્યા. ત્યારબાદ તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો, દિયરે ભાભી સહિત 3 લોકોને ગાડીથી કચડીને લીધો જીવ, ચરિત્ર પર શંકાનો આવ્યો કરૂણ અંજામએસએસપી કાનપુર અનંતદેવ તિવારીનું કહેવું છે કે ઘટના બાદથી પોલીસ હત્યાના આરોપીની ધરપકડના પ્રયાસ કરી રહી હતી. 11 માર્ચે ભગવતી પોતાના એક સંબંધીના ત્યાંથી ઝડપાઈ ગયો. મોડી રાત્રે જ્યારે હત્યાના હથિયારની જપ્ત કરતી વખતે જ્યારે તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું ત્‍યારે જવાબી કાર્યવાહીમાં તે ઘાયલ થઈ ગયો. ઘટના સમયે ભગવતીની સાથે બીજા કેટલાક લોકો પણ હતા જેમની ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, ઑર્કેસ્ટ્રા સંચાલકની હત્યા કરી મહિલા ડાન્સરને કિડનેપ કરી, લગ્ન સમારોહમાં સોપો પડી ગયો
First published: March 12, 2020, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading