કાનપુર એન્કાઉન્ટર : બે મહિલાઓ જે દુબેને આપી રહી હતી પોલીસનું લોકેશન અને ચલાવતી હતી ગોળીઓ

કાનપુર એન્કાઉન્ટર : બે મહિલાઓ જે દુબેને આપી રહી હતી પોલીસનું લોકેશન અને ચલાવતી હતી ગોળીઓ
પ્રતિકાત્મક તસવીર

પોલીસનો (Police) આરોપ છે કે આ મહિલાઓના કારણે જ પોલીસવાળાઓના જીવ તે રાત્રે ગયા છે

 • Share this:
  નવી દિલ્હી : કાનપુર શૂટઆઉટ (Kanpur Shootout) દરમિયાન 8 પોલીસ વાળાની હત્યાનો આરોપી વિકાસ દુબે (Vikas Dubey) અત્યાર સુધી ફરાર છે. પરંતુ પોલીસે વિકાસની નજીકની બે મહિલાઓની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. પોલીસનો (Police) આરોપ છે કે આ મહિલાઓના કારણે જ પોલીસવાળાઓના જીવ તે રાત્રે ગયા છે. મહિલાઓ પર પોલીસની માહિતી પહોંચાડવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાઓ ધાબા પર હાજર ગુંડાઓને નીચે છુપાયેલા પોલીસ વાળાઓની લોકેશન આપી રહી હતી.

  પોલીસવાળાએ ગોળીઓથી બચવા માટે દરવાજો ખોલવા કહ્યુ તો, દરવાજો ખોલવાની જગ્યાએ ધાબા પર રહેલા ગુંડાઓને નીચે બોલાવી લીધા હતા. મહિલાઓ સાથે સંજય દુબે નામના એક યુવકની પણ પોલીસે અટકાયત કરી છે.  આ પણ વાંચો - નેપાળે હવે બિહાર સરહદ પાસે 'નૉ મેન્સ લેન્ડ' પર બનેલા પુલ પર બોર્ડ લગાવી નવો વિવાદ ઉભો કર્યો

  પોલીસે ક્ષમા દુબે નામની એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાનો સંબંધ વિકાસ દુબેની પુત્રવધુ બતાવવામાં આવી રહી છે. વિકાસના ઘરની બરાબર સામે જ ક્ષમા દુબેનુ ઘર છે. પોલીસનો આરોપ છે કે તે રાત્રે જ્યારે પોલીસને ઘેરીને ધાબા પરથી ગોળીઓ ચલાવી રહ્યા હતા તો થોડા પોલીસવાળા છુપાઈને ગુડાંઓનો સામનો કરી રહ્યા હતા. આ દરમિયાન ખરાબ રીતે ઘેરાઈ ચુકેલા પોલીસ વાળા ક્ષમા દુબેના મકાનનો દરવાજો ખખડાવવા લાગ્યા હતા.

  પોલીસવાળા ઘરની અંદર શરણ લેવા માંગતા હતા. પરંતુ ક્ષમા દુબેએ દરવાજો ખોલવાની જગ્યાએ પગથિયા પરથી ધાબા પર જઈને ગુંડાઓને નીચે પોલીસ વાળા હોવાની જાણકારી આપી હતી. જેના પછી ગુંડાઓએ તે પોલીસવાળાની હત્યા કરી હતી.
  Published by:Ashish Goyal
  First published:July 07, 2020, 19:09 pm

  ટૉપ ન્યૂઝ