દિવાળીની રાત્રે 6 વર્ષીય માસૂમની કરી હત્યા, શરીરના અનેક અંગ ગાયબ

દિવાળીની રાત્રે 6 વર્ષીય માસૂમની કરી હત્યા, શરીરના અનેક અંગ ગાયબ
ફટાકડા લેવા બજારે ગયેલી બાળકી થઈ ગુમ, મંદિર પાસેની ઝાડીમાંથી મળી લાશ, બંને ફેફસાં ગાયબ

ફટાકડા લેવા બજારે ગયેલી બાળકી થઈ ગુમ, મંદિર પાસેની ઝાડીમાંથી મળી લાશ, બંને ફેફસાં ગાયબ

 • Share this:
  શ્યામ તિવારી, કાનપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur)ના ઘાટમપુર પોલીસ સ્ટેશનની હદના ભદરસ ગામમાં દિવાળી (Diwali)ની રાત્રે 6 વર્ષીયની ક્રૂર હત્યા (Murder) કરી દેવામાં આવી. પરિજનોનો આરોપ છે કે તંત્ર મંત્રના ચક્કરમાં બાળકીની હત્યા કરવામાં આવી છે. માસૂમના શરીરના અનેક આંતરિક અંગ ગાયબ છે. મળતી જાણકારી મુજબ, બાળકી ફટાકડા લેવા માટે ઘરથી બહાર ગઈ હતી. પરંતુ ઘણીવાર સુધી તે પરત ન આવતાં પરિજનોને તેની શોધખોળ શરૂ કરી તો કાલી મંદિરની પાસે ઝાડીઓમાં તેની લાશ મળી. હત્યા બાદથી ગામ લોકોમાં ભારે આક્રોશ છે.

  બંને ફેફસાં ગાયબ  ઘાટમપુર ક્ષેત્રના ભદરસ ગામ નિવાસી કરન સંખવારની 6 વર્ષની દીકરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાએ બાળકીના બંને ફેફસાં કાઢીને લઈ ગયા. બાળકીની લાશ નગ્ન અવસ્થામાં ગામ પાસે મળી. આ રૂંવાડા ઊભા કરી દેતી ઘટના શનિવારે દિવાળીની રાત્રે થઈ. મળતી માહિતી મુજબ, તાંત્રિક દ્વારા માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી છે.

  આ પણ વાંચો, દિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક, જતાં પહેલા ચેક કરી લો આ લિસ્ટ


  પોલીસને જાનવરે હુમલો કર્યો હોવાની આશંકા

  જોકે, પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે બાળકીને કોઈ જાનવરે પોતાનો શિકાર બનાવ્યો હોઇ શકે છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

  આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmahના પોપટલાલને મોટો આંચકો, હવે નથી રહ્યા પત્રકાર?

  ગામ લોકોનો આરોપ તંત્ર-મંત્રના ચક્કરમાં થઈ હત્યા

  બીજી તરફ, ગામ લોકોએ પોલીસની થિયરીને ફગાવી દીધી છે જેમાં તેઓ કોઈ જાનવરના હુમલાની વાત કહી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે આ કોઈ જાનવરનું કૃત્ય નથી પરંતુ તંત્ર-મંત્રના ચક્કરમાં હત્યાનો મામલો છે. બાળકીના શરીરની અંદરના અગત્યના અંગ ગાયબ છે. ગામ લોકોનો આક્રોશ જોતાં ઘટનાસ્થળે પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 15, 2020, 12:42 pm

  टॉप स्टोरीज