Home /News /national-international /વાનરવેડા: મહિલાઓને જોઈ ગંદા ઈશારા કરતો આ વાનર જેલમાં પુરાયો, પાંચ વર્ષે બહાર આવ્યો તો પણ ન સુધર્યો
વાનરવેડા: મહિલાઓને જોઈ ગંદા ઈશારા કરતો આ વાનર જેલમાં પુરાયો, પાંચ વર્ષે બહાર આવ્યો તો પણ ન સુધર્યો
વાનરનો આતંક જોઈ તેને જેલમાં પુરવામાં આવ્યો
કાનપુરમાં કાલિયા નામનો શૈતાન વાનર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તે 250 લોકોને હિંસાનો શિકાર બનાવી ચુક્યો છે. આ શૈતાન વાનરના ટાર્ગેટ પર હંમેશા મહિલાઓ અને બાળકો રહેતા હતા.
કાનપુર: જાનવર હંમેશા ખૂંખાર અને ખતરનાક હોય છે. તેથી હંમેશા તેમનાથી દૂર રહેવું જોઈએ. ઘણા જાનવર એવા પણ હોય છે જે પ્રેમના બદલામાં પ્રેમ આપતા હોય છે. સારા લોકોની સારી દાનતને ઘણા જાનવરો સારી રીતે ઓળખી જતાં હોય છે. જે જાનવર સમજણાં અને પ્રેમાળ હોય છે, લોકો તેને પાળતા હોય છે. પણ અમુક એવા પણ હોય છે, જે લાખ સમજાવવા છતાં પણ સુધરતા નથી. આવો જ એક વાનર આજીવન કેદની સજા કાપવા માટે મજબૂર થયો છે.જેની હિંસક હરકતોથી વન વિભાગની સાથે સાથે પર્યટકોમાં પણ ડરનો માહોલ છે.
કાનપુરમાં કાલિયા નામનો શૈતાન વાનર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તે 250 લોકોને હિંસાનો શિકાર બનાવી ચુક્યો છે. આ શૈતાન વાનરના ટાર્ગેટ પર હંમેશા મહિલાઓ અને બાળકો રહેતા હતા. જેના પર ઝપટ મારી માંસનો ટુકડો કાપી લેતો, અલબત બચકુ ભરી લેતો. તેની આવી હરકતોથી પરેશાન વન વિભાગે તેને આજીવન કેદની સજા આપી છે. જો કે, 5 વર્ષ કેદમાં રહેવા છતાં પણ તે સુધર્યો નહોતો.
કાનપુરના પ્રાણી સંગ્રહાલયના પિંજરામાં બંધ થયેલા આ વાનરનો આતંક એટલો હતો કે, મહિલાઓ અને બાળકો તેના નામથી રીતસરના ડરતા હતા. મહિલાઓ અને બાળકોને જોઈ કાલિયા નામનો આ વાનર હિંસક બની જતો હતો અને તેમના પર હુમલો કરી દેતો હતો. જે અંગ પર જપટ કરતો, ત્યાંથી માંસનો લોચો કાઢી લેતો હતો. તે ખૂંખાર થઈ જતાં તેને મિર્ઝાપુરથી પકડીને કાનપુર પ્રાણી સંગ્રહાલયના ગાર્ડનમાં બંધ કરવો પડ્યો હતો, જો કે, તેની આદત હજૂ પણ સુધરી નથી.
આજીવન કેદની સજા કાપી રહેલો વાનર માંસ અને નશાનો આદી
ખૂંખાર વાનર છેલ્લા પાંચ વર્ષથી કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે, જો કે, તેના વ્યવહારમાં હજૂ સુધી કોઈ સુધારો થયો નથી. જ્યારે તેની સાથે બંધ કેટલાય જાનવરો સુધરી ગયા અને તેને મુક્ત કરવામાં આવ્યા હતા. પણ તે હજૂ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. પશુ ચિકિત્સક ડોક્ટર મોહમ્મદ નાસિરના જણાવ્યા અનુસાર, આ વાનર ખુલ્લામાં છોડવા લાયક નથી. તેને આગળના દાંત એટલા ખતરનાક છે કે તે માંસનો ટુકડો કાઢી ખાય છે. તે ખૂંખાર હોવા પાછળનું કારણ એક એવું પણ છે કે, આ વાનર પહેલા એક તાંત્રિક પાસે હતો. જે તેને ખાવા પીવા માટે ખૂબ માંસ અને દારુ આપતો હતો. જેના કારણે તેનો સ્વભાવ ઉગ્ર અને હિંસક બન્યો છે. જ્યારે તાંત્રિકનું મોત થઈ ગયું તો, આ વાનર વધારે હિંસક અને આક્રમક બની ગયો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર