શ્યામ તિવારી, કાનપુરઃ મહિલા સુરક્ષાના મામલામાં કાનપુર પોલીસ (Kanpur Police)ની બેદરકારી સામે આવી રહી છે. છેડતી પીડિતાની ઉપર આરોપીએ ધારદાર હથિયારથી હુમલો કરીને ઘાયલ કરી દીધી. આશ્ચર્યની વાત એ છે કે થોડાક કલાકો પહેલા જ પીડિતાએ પોલીસને હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. આરોપી પીડિતા પર કેસ પરત લેવાનું દબાણ કરી રહ્યો હતો. પીડિતાએ ફરી એકવાર પોલીસને અરજ કરી છે અને આરોપીથી પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે.
3 મહિના પહેલા કર્યો હતો દુષ્કર્મનો પ્રયાસ
નોંધનીય છે કે, કાકાદેવ પોલીસ સ્ટેશનની હદમાં સગીરા પોતાની નાની સાથે રહે છે. ઘણા સમયથી તે વિસ્તારનો દબંગ યુવક સની તેની સાથે છેડતી કરતો રહે છે. યુવકની હરકતોને કારણે સગીરાનો અભ્યાસ પણ છૂટી ગયો. આરોપ છે કે 3 મહિના પહેલા દબંગ સનીએ ઘરમાં ઘૂસીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને અસફળ રહેતાં તેને દારૂથી નવડાવી દીધી. 15 દિવસ પહેલા જ આ મામલામાં ડીઆઇજીના આદેશ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં દબંગની સાથે તેના પિતાનું નામ પણ હતું.
આ પણ વાંચો, બંગલામાં ચાલતા દેહવેપારનો ભાંડો ફુટ્યો, 2 પુરુષો સહિત 4 મહિલાઓ ઝડપાઈ
આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ
કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો આરોપી
એફઆઈઆર નોંધાયા બાદથી સતત આરોપી પીડિતા પર કેસ પાછો ખેંચવા દબાણ કરી રહ્યો હતો. કેસ પરત નહીં લેવા પર નાનીને દુકાન પર ચા આપવા ગયેલી પીડિતા પર ચાકૂથી સનીએ હુમલો કરી દીધો. ચાકૂ પીડિતાના હાથમાં વાગ્યું અને તે ઘાયલ થઈ ગઈ હતી.
Published by:Mrunal Bhojak
First published:September 20, 2020, 12:00 pm