કાનપુરમાં 8 પોલીસકર્મીની શહાદતના જવાબદાર વિકાસ દુબેએ 18 વર્ષ પહેલા પણ કર્યું હતું આવું દુઃસાહસ

News18 Gujarati
Updated: July 3, 2020, 8:24 AM IST
કાનપુરમાં 8 પોલીસકર્મીની શહાદતના જવાબદાર વિકાસ દુબેએ 18 વર્ષ પહેલા પણ કર્યું હતું આવું દુઃસાહસ
ઉત્તર પ્રદેશના હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ અનેક યુવાઓની ફોજ તૈયાર કરી રાખી છે

ઉત્તર પ્રદેશના હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ અનેક યુવાઓની ફોજ તૈયાર કરી રાખી છે

  • Share this:
શ્યામ તિવારી, કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમ પર હુમલો કરી 8 પોલીસકર્મીઓને શહીદ કરનારા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey)નો જધન્ય અપરાધિક ઈતિહાસ રહ્યો છે. નાનપણથી જ તે અપરાધની દુનિયામાં પોતાનું નામ કરવા માંગતો હતો. પહેલા તેણે ગેંગ બનાવી અને લૂંટ, ધાડ, હત્યાઓ કરવા લાગી. 19 વર્ષ પહેલા તેણે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને એક દરજ્જો પ્રાપ્ત રાજ્યમંત્રીન હત્યા કરી અને ત્યારબાદ તેણે રાજકારણમાં એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિકાસ અનેકવાર ધરપકડ થયો, એક વાર તો લખનઉમાં STFએ તેને ઝડપી પાડ્યો હતો.

કાનપુર ગ્રામ્યના ચૌબેપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના વિકરૂ ગામના નિવાસી વિકાસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને અનેક યુવાઓની ફોજ તૈયાર કરી રાખી છે. તેની સાથે તે કાનપુરથી લઈને કાનપુર ગ્રામ્ય સુધી લૂંટ, ધાડ, મર્ડર જેવા જધન્ય અપરાધોને અંજામ આપી રહ્યો છે. મળતી જાણકારી મુજબ, કાનપુરમાં એક નિવૃત્ત પ્રિન્સિપલ સિદ્ધેશ્વર પાંડેય હત્યાકાંડમાં તેને આજીવન કેદની સજા થઈ હતી.

શિવલીનો ડૉન કહેવાય છે

આ ઉપરાંત પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેણે અનેક નેતાઓ માટે કામ કર્યું અને તેના સંબંધ રાજ્યની તમામ મુખ્ય પાર્ટીઓ સાથે થઈ ગયો. 2001માં વિકાસ દુબેએ બીજેપી સરકારમાં એક દરજ્જા પ્રાપ્ત રાજ્યમંત્રી સંતોષ શુક્લાને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને ગોળીઓથી ચલાવી હતી. આ હાઇ-પ્રોફાઇલ મર્ડર બાદ શિવલીના ડૉને કોર્ટમાં સરેન્ડર કરી દીધું એન થોડા મહિના બાદ જામીન પર બહાર આવી ગયો.
નગર પંચાયતની ચૂંટણી જીત્યો

આ પણ વાંચો, કાનપુર એન્કાઉન્ટરમાં CO સહિત 8 પોલીસકર્મી શહીદ, બદમાશોએ છતો પરથી કર્યું ફાયરિંગત્યારબાદ તેણે રાજનેતાઓના સંરક્ષણથી રાજકારણમાં એન્ટ્રી કરી અને નગર પંચાયત અધ્યક્ષની ચૂંટણી જીતી ગયો હતો. મળતી જાણકારી મુજબ, આ સમયે વિકાસ દુબે વિરુદ્ધ 52થી વધુ કેસ યૂપીના અનેક જિલ્લામાં ચાલી રહ્યા છે. પોલીસે તેની ધરપકડ પર 25 હજારનું ઈનામ રાખ્યું હતું. હત્યા તથા હત્યાના પ્રયાસના મામલા પર પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

આ પણ વાંચો, સુસાઇડ કે મર્ડર? સુશાંત સિંહ રાજપૂત ‘ડેથ મિસ્ટ્રી’ પર સોશિયલ મીડિયા પર ગૂંજી રહ્યા છે આ 7 સવાલલખનઉમાં STFએ પકડ્યો હતો : વિકાસ દુબે પોલીસને બચવા માટે લખનઉ સ્થિત પોતાના કૃષ્ણ નગરના ઘરે છુપાયેલો હતો. શાસને કુખ્યાત હિસ્ટ્રીશીટરને પકડવા માટે લખનઉ STFને લગાવી હતી. થોડા સમય પહેલા જ STFએ તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. હવે ફરી એકવાર જેલથી બહાર આવ્યા બદ મોટી ઘટનાને અંજામ આપ્યો છે.
First published: July 3, 2020, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading