કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં લૅબ ટેક્નીશિયન (Lab Technician)ના અપહરણ (Kidnapping) કેસમાં ગુરૂવાર મોડી રાત્રે મોટો ઘટસ્ફોટ થયો. પોલીસના જણાવ્યા મુજબ, લૅબ ટેક્નીશિયન યુવકની હત્યા (Murder) કરી દેવામાં આવી છે. પોલીસ હજુ પણ યુવકની લાશ બરામદ નથી કરી શકી. બીજી તરફ, યુવકના મોતના સમાચાર જાણ્યા બાદ પરિજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે આ સમગ્ર મામલામાં 5 લોકોને કસ્ટડીમાં લઈ લીધા છે.
પોલીસના સૂચન મુજબ પરિવારે અપહરણકર્તાઓને 30 લાખ રૂપિયા આપ્યા
નોંધનીય છે કે, એક મહિનાથી અપહરણઆ આ કેસમાં કાનપુર પોલીસ (Kanpur Police)ની બેદરકારી સામે આવી છે. આ અપહરણ કેસમાં પોલીસ પર આરોપ લાગ્યો છે કે તેમણે અપહરણ કરવામાં આવેલા યુવકના પરિજનો પાસેથી કિડનેપરોને 30 લાખ રૂપિયા પણ અપાવી દીધા હતા. સંજીતના પરિજનોએ પોલીસની સૂચના મુજબ, મકાન, ઝવેરાત વગેરે વેચીને માંડ-માંડ 30 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી અને 13 જુલાઈએ અપહરણકર્તાઓને સોંપી દીધા પરંતુ પોલીસ આરોપીઓને પકડ ન શકી અને તેઓ 30 લાખ રૂપિયા લઈને ભાગી ગયા.
26 કે 27 જૂને જ થઈ હતી હત્યાઃ SSP
એસએસપી દિનેશ કુમાર એ જણાવ્યું કે, 23 જૂને ફરિયાદ નોંધવામાં આવી હતી જેને 26 જૂને FIR તરીકે નોંધવામાં આવી હતી. 29 જૂને ખંડણીનો કૉલ આવ્યો. તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને સર્વેલન્સ સેલ ટીમની રચના કરવામાં આવી. આ ટીમે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી કેટલાક યુવકના દોસ્ત અને સંજીતની સાથે અન્ય પેથોલોજીમાં કામ કરી ચૂકેલા લોકો સામેલ છે. તેઓએ કબૂલ્યું છે કે સંજીતની તેઓએ 26 કે 27 જૂને હત્યા કરી દીધી હતી અને પાંડુ નદીમાં લાશને ફેંકી દીધી હતી. અલગ-અલગ ટીમની રચના કરી લાશની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ મોબાઇલ અને મોટાસાઇકલ જપ્ત કરવા માટે જાણકારી મેળવવામાં આવી રહી છે.
During interrogation, they revealed that the victim was murdered by them on 26-27 June & the body was disposed off in Pandu river. Teams have been formed to recover the body: Dinesh Kumar, SSP Kanpur https://t.co/Ls2iOWZOoP
નોંધનીય છે કે, એક સપ્તાહ પહેલા પોલીસની આંખોની સામે અપહરણકર્તા રૂપિયાથી ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયા અને પોલીસ હાથ ઘસતી રહી ગઈ. ત્યારબાદ એસએસપી કાનપુરે પીડિત પરિવારને મળી 4 દિવસની અંદર યુવકની ભાળ મેળવવાનો ભરોસો આપ્યો હતો. આ સમયમર્યાદા પણ પસાર થઈ પરંતુ પોલીસ યુવકને શોધવામાં બિલકુલ નિષ્ફળ રહી.
30 વર્ષીય સંજીત એક હૉસ્પિટલમાં લૅબ ટેક્નીશિયન તરીકે કામ કરતો હતો. 22 જૂનની સાંજે હૉસ્પિટલથી ઘરે જવા રવાના થયો પરંતુ તે ઘરે પહોંચ્યો નહીં. તેના એક સપ્તાહ બાદ 29 જૂને ખંડણી માટે પહેલો ફોન આવ્યો. ત્યારબાદ પાનની દુકાનથી ઘર ચલાવનારા સંજીતના પિતા ચમનલાલે તેની જાણકારી પોલીસને કરી. પોલીસે નંબર નોંધ્યા બાદ તેમને સલાહ આપી કે જ્યારે પણ અપહરણકર્તાનો ફોન આવે તો તેઓ લાંબી વાત કરે પરંતુ પોલીસ અને સર્વેલન્સ સેલ કૉલને ટ્રેસ કરી અપહરણકર્તાનું લોકેશન ન જાણી શકી. અપહરણકર્તા સતત 30 લાખની ખંડણી ન આપતાં યુવકની હત્યા કરવાની ધમકી આપી રહ્યા હતા પરંતુ પોલીસ કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહી. (ઇનપુટઃ શ્યામ તિવારી)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર