કાનપુર એન્કાઉન્ટર: શહીદ SO મહેશ યાદવનો છેલ્લો કૉલ- અમે ફસાઇ ગયા છીએ, બચવું મુશ્કેલ છે

News18 Gujarati
Updated: July 4, 2020, 11:02 AM IST
કાનપુર એન્કાઉન્ટર: શહીદ SO મહેશ યાદવનો છેલ્લો કૉલ- અમે ફસાઇ ગયા છીએ, બચવું મુશ્કેલ છે
શહીદ SO મહેશ યાદવ

"ચારે બાજુથી ગોળીઓ ચાલી રહી છે. આવામાં જીવ બચાવવો મુશ્કેલ છે. જલ્દી જ વધુ ફોર્સ મોકલો."- SO મહેશ યાદવ

  • Share this:
ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં અપરાધિઓથી એન્કાઉન્ટર (Encounter)માં 8 પોલીસકર્મી શહીદ થયા છે. જેમાંથી એક છે શિવરાજપુર પોલીસ સ્ટેશનના એસઓ મહેશ યાદવ (SO Mahesh Yadav). જાણકારી મળી છે કે અપરાધિઓએ જ્યારે ગોળી ચલાવાની શરૂઆત કરી તો એનકાઉન્ટરની વચ્ચે મહેશ યાદવના એક ફોન કૉલે બાકી પોલિસકર્મીઓના જીવ બચાવ્યા હતા. તેમણે ગોળીથી બચતા કોઇ રીતે એએસઆઇને ફોન કરીને કહ્યું કે અપરાધીઓએ અમને ચારે બાજુથી ઘેરી લીધા છે. અને અમે ફસાઇ ગયા છીએ. ચારે બાજુથી ગોળીઓ ચાલી રહી છે. આવામાં જીવ બચાવવો મુશ્કેલ છે. જલ્દી જ વધુ ફોર્સ મોકલો.

આ કોલ પછી ભારે ફોર્સ સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસનો સામે હુમલો થતા અન્ય પોલીસકર્મીઓના જીવ પણ બચ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેને ઘરેથી પકડવા માટે મહેશ યાદવ ટીમમાં સૌથી આગળ હતા. આ મામલે તેમણે મોર્ચો લેવાનો પ્રયાસ કર્યો પણ અપરાધીઓએ આગાશીમાંથી ફાયરિંગ કરતા એક પછી એક પોલીસ કર્મીઓ પડવા લાગ્યા. આવી સ્થિતિમાં મહેશ યાદવ ઘરના એક રૂમમાં છુપાઇને એસએસઆઇને ફોન કરી ઘટનાની જાણકારી આપી. આ ફોનને તરત વાયરલેસ કરવામાં આવ્યો. અને જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

પોલીસકર્મીએ જણાવ્યું કે શિવરાજપુર એસઓ મહેશ યાદવ ગોળી લાગતા જ પડી ગયા. અપરાધીઓએ તેમની પીઠ પર અનેક ગોળીઓ વરસાવી હતી.

ત્યાં બીજી તરફ ફરાર અભિયુક્ત વિકાસ દુબે સહિત 35 લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તેમની સામે હત્યા, લૂટ, 7 સીએલઇ, સરકારી કાર્યમાં બાધા સહિત અનેક કલમો સાથે કેસ દાખલ કર્યો છે. ચૌબેપુર સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ત્યાં લખનઉમાં વિકાસ દુબેના ઘરની તલાશીમાં વિકાસના ભાઇની પત્ની પાસેથી લાયસન્સ રિવોલ્વર મળી છે. આ રિવોલ્વરની પણ પોલીસ તપાસ કરી રહી છે.

વધુ વાંચો : Corona : દિલ્હી સહિત ભારતના ત્રણ રાજ્ય આપી રહ્યા છે 20 દેશને ટક્કર

ઉલ્લેખનીય છે કે પોલીસની 100થી વધુ ટીમો વિકાસ દુબેની ધરપકડ માટે એક પછી એક છાપાબાજી કરી રહી છે. શુક્રવારે આખા ગામમાં છાપેમારી કરવામાં આવી. સાથે જ વિકાસના અનેક ઠેકાણે છાપેમારી કરવામાં આવી છે. જો કે હજી સુધી પોલીસના હાથમાં વિકાસ નથી આવ્યો. આ ઘટનાથી આખા ગામમાં લોકોએ ઘરની બહાર તાળા લગાવી દીધા છે. અને વિકાસની સૂચના આપનારને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આમ એક ફોનથી આ ઘટનામાં અનેક લોકોના જીવ બચ્યા છે.
First published: July 4, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading