Home /News /national-international /

સેલ્ફીનો ક્રેઝ ભારે પડ્યો, IIT વિદ્યાર્થિની સેજલ જૈનનો પગ લપસ્યો અને ગંગા નદીમાં તણાઇ

સેલ્ફીનો ક્રેઝ ભારે પડ્યો, IIT વિદ્યાર્થિની સેજલ જૈનનો પગ લપસ્યો અને ગંગા નદીમાં તણાઇ

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે સેજલ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની રહેવાસી હતી

Kanpur News : સેજલ જૈન આઈઆઈટી કાનપુરમાં સેકન્ડ યરની વિદ્યાર્થિની હતી

    કાનપુર : ઉત્તર પ્રદેશના (uttar pradesh)કાનપુર જિલ્લામાં સેલ્ફી (selfie)લેવી એક યુવતીને એટલી ભારે પડી કે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જાણકારી પ્રમાણે કાનપુર IITમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની મિત્રો સાથે ગંગા બેરાજ પર ગઈ હતી. જ્યાં સેલ્ફી લઇ રહી હતી. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો અને તે ગંગા નદીમાં (ganga River)પડી હતી. આ પછી તેની કોઇ ભાળ મળી ન હતી. પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તરવૈયાની ટીમને બોલાવી હતી. તરવૈયાઓએ લગભગ એક કલાક યુવતીની શોધ કરી હતી. જે પછી તેને બહાર કાઢવામાં આવી હતી.

    મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિની ઓળખ સેજલ જૈન તરીકે થઇ છે. જે મૂળ રાજસ્થાનની રહેવાસી છે. પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી છે.

    આ પણ વાંચો - રાજકોટ : મોંઘીદાટ કાર કૂવામાં ખાબકી, પીઠવા પરિવારે ગુમાવ્યો દીકરો, બે યુવાનોનો આબાદ બચાવ

    આઈઆઈટી કાનપુરમાં સેકન્ડ યરની વિદ્યાર્થિની હતી

    પોલીસને મળેલી જાણકારી પ્રમાણે સેજલ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની રહેવાસી હતી. તે આઈઆઈટી કાનુપુરમાં સેકન્ડ યરની વિદ્યાર્થિની હતી. સેજલના ભાઈએ જણાવ્યું કે લગભગ સાંજે 6 કલાકે પોતાના મિત્રો સાથે ગંગા બેરાજ પર ફરવા ગઈ હતી. આ દરમિયાન બેરાજમાં ડેન્જર ઝોનમાં જઈને સેલ્ફી લેવા લાગી હતી. આ દરમિયાન અચાનક પગ લપસ્યો હતો અને સીધી ગંગામાં પડી હતી. સેજલને પડતી જોઈને લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ વહેતા પાણીના કારણે તેને બચાવી શક્યા ન હતા. આ પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી. સૂચના મળવા પર આઇઆઇટી મેનેજમેન્ટની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

    આ પણ વાંચો - પ્રેમી સાથે રૂમમાં કઢંગી હાલતમાં હતી પત્ની, પાછળથી પતિ પહોંચી ગયો અને પછી...

    ગામના તરવૈયાઓએ બહાર કાઢી

    તરવૈયાની ટીમને બોલાવી હતી. તરવૈયાઓએ લગભગ એક કલાક યુવતીની શોધ કરી હતી. જે પછી તેને બહાર કાઢવામાં આવી હતી. મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

    માલગાડીની નીચેથી મહિલા નીકળી રહી હતી, અચાનક ટ્રેન ચાલવા લાગી

    ઉત્તર પ્રદેશના બલિયામાં એક મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માલગાડી એક મહિલાની ઉપરથી પસાર થઇ હતી અને મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો. રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર માલગાડી ક્રોસ કરી રહી હતી. માલગાડીના નીચે એક મહિલા આવી ગઈ હતી. સ્થળ પર રહેલા લોકો મહિલાને સાહસ આપતા રહ્યા અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના યૂપીના બલિયા જિલ્લાના સુરેમનપુર રેલવે સ્ટેશન પર સોમવારે બની હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ganga river, આઇઆઇટી, ઉત્તરપ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन