Home /News /national-international /

વીડિયો: કોરોના સંક્રમિત મહિલા તડપતિ રહી, બે મહિલા તેનો હાથ પકડીને તંત્ર-મંત્ર કરતી રહી, દર્દીનું મોત

વીડિયો: કોરોના સંક્રમિત મહિલા તડપતિ રહી, બે મહિલા તેનો હાથ પકડીને તંત્ર-મંત્ર કરતી રહી, દર્દીનું મોત

વીડિયો વાયરલ થયો.

મહિલાઓનું કહેવું છે કે બંને ઉપર કોઈ મેલી વિદ્યાનો વળગાડ છે. તેને દવા ન આપો. બંને મહિલાઓએ દર્દીના હાથ એટલા જોરથી પકડી રાખ્યા હતા કે ત્યારે જ દર્દીનો જીવ નીકળી ગયો હતો.

    કાનપુર: દેશના અન્ય રાજ્યની જેમ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં પણ કોરોનાનો કહેર (Coronavirus cases) ચાલુ જ છે. સંક્રમિત લોકોની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કાનપુરની અનેક હૉસ્પિટલોમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન અહીં હેલેટ હૉસ્પિટલના વોર્ડ નંબર ત્રણમાં દાખલ એક કોરોના સંક્રમિત મહિલા (Corona Positive Patien)નો દર્દનાક વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

    વાયરલ વીડિયોમાં બે મહિલાઓએ તંત્ર-મંત્રના નામે દર્દીનાં બંને હાથ પકડી રાખ્યા છે. જેમાંથી એક મહિલા બેડ પર છે અને જોર જોરથી તંત્ર-મંત્ર બોલી રહી છે. આ ઉપરાંત દર્દીની છાતીને કૂટી રહી છે. આ જાણીને ડૉક્ટર ત્યાં પહોંચ્યા ત્યારે બંને મહિલાએ નાટક કરવાનું શરૂ કર્યું હતું અને કહેવા લાગી હતી કે મહિલાને કોરોના નથી, તેને કંઈ વળગ્યું છે. અમે આ મહિલાને સાજી કરીને જ જંપીશું. ડૉક્ટરે આવું કરવાની ના કહેવા છતાં બંને મહિલા માની ન હતી. જે બાદમાં બંનેએ વોર્ડમાં હંગામો કર્યો હતો. આ દરમિયાન મહિલાનાં શ્વાસ અટકવા લાગ્યા તો મહિલાઓએ ફરીથી તંત્ર મંત્રી બોલાવીનું શરૂ કરી દીધું હતું.

    આ પણ વાંચો: દિલ્હી CM અરવિંદ કેજરીવાલે PM મોદીને પૂછ્યુ- કોઈ ઑક્સીજન ટેન્કર રોકે તો કોની સાથે વાત કરું? ત્રણ માંગ પણ મૂકી

    'દવા ન આપો, વળગાડ છે'

    મહિલાઓનું કહેવું છે કે બંને ઉપર કોઈ મેલી વસ્તુનો વળગાડ છે. તેને દવા ન આપો. બંને મહિલાઓએ દર્દીના હાથ એટલા જોરથી પકડી રાખ્યા હતા કે ત્યારે જ દર્દીનો જીવ નીકળી ગયો હતો. મહિલા વોર્ડ નંબર ત્રણમાં ત્રણ દિવસ પહેલા દાખલ થઈ હતી. લોકોનું કહેવું છે કે અચાનક બે મહિલા વોર્ડમાં આવી હતી, કોઈ કંઈ સમજે તે પહેલા જ બંનેએ હંગામો શરૂ કરી દીધો હતો. એક મહિલાએ પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. અન્ય મહિલાએ માસ્ક પહેરી રાખ્યું હતું. વોર્ડ અંદર આવવાની મનાઈ કરવામાં આવતા મહિલાઓ ઝઘડો કરવા લાગી હતી.

    આ પણ વાંચો: પત્નીનો પતિ પર આક્ષેપ: પ્રાઇવેટ પાર્ટમાં નાખે છે લીંબુ, ફટકડી અને દારૂ



    આ પણ વાંચો: કેનેડાએ ભારતમાંથી આવતી ફ્લાઇટ્સને 30 દિવસ સુધી રોકી, અન્ય દેશોએ પણ મૂક્યો પ્રતિબંધ

    દર્દીનાં મોત બાદ હંગામો કરીને મહિલાઓ ફરાર

    આ દરમિયાન એક મહિલાએ દર્દીનો એક હાથ તો બીજીએ બીજો હાથ પકડી રાખ્યો હતો. પીડિત મહિલા તડપવા લાગી તો એક મહિલા બેડ પર ચઢી ગઈ હતી. જે બાદમાં પીડિત મહિલાનું નિધન થયું હતું. મોત બાદ બંને મહિલાઓએ હંગામો કર્યો હતો અને ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે હૉસ્પિટલ તંત્ર તપાસ કરી રહ્યું છે. મહિલાઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Black magic, Coronavirus, Mantra, Woman, ઉત્તર પ્રદેશ, મોત

    આગામી સમાચાર