કાનપુર એન્કાઉન્ટરમાં CO સહિત 8 પોલીસકર્મી શહીદ, બદમાશોએ છતો પરથી કર્યું ફાયરિંગ

News18 Gujarati
Updated: July 3, 2020, 8:06 AM IST
કાનપુર એન્કાઉન્ટરમાં CO સહિત 8 પોલીસકર્મી શહીદ, બદમાશોએ છતો પરથી કર્યું ફાયરિંગ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બદમાશો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બદમાશો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે

 • Share this:
શ્યામ તિવારી, કાનપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur)થી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદના વિકરૂ ગામમાં પેટ્રોલિંગ કરવા પહોંચેલી પોલીસ ટીમ પર બદમાશોએ તાબડતોડ ફાયરિંગ કર્યું. તેમાં બિલ્હૌરના સીઓ સહિત 8 પોલીસકર્મી શહીદ (Martyr) થઈ ગયા. એસઓ બિઠૂર સહિત 6 પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ ગયા છે. તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક રિજેન્સી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ એન્કાઉન્ટર બાદ ઉત્તર પ્રદેશ પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં પોલીકર્મીઓ શહીદ થયા બાદ મુખ્યમંત્રી યોગીએ બદમાશોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ તેમની ધરપકડને લઈ તાબડતોડ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. બીજી તરફ, DGP એચ. સી. અવસ્થી પોતે ઘટનાસ્થળે જશે. અડીજી (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમાર ઘટનાસ્થળે જવાના રવાના થઈ ચૂક્યા છે.

જાણવા મળ્યું છે કે વિકાસ દુબે નામના બદમાશ અને તેના સાથીઓએ છતો પરથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. આ હુમલા બાદ બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા. મળતી જાણકારી મુજબ, વિકાસ દુબેએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને રાજ્યમંત્રની હત્યા કરી હતી. એડીજી કાનપુર ઝોન, આઈજી રેન્જ એસએસપી કાનપુર સહિત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો, સુસાઇડ કે મર્ડર? સુશાંત સિંહ રાજપૂત ‘ડેથ મિસ્ટ્રી’ પર સોશિયલ મીડિયા પર ગૂંજી રહ્યા છે આ 7 સવાલ

વિકાસ દુબેને પકડવામાં લાગી ATF

આ ઘટના પર ડીજીપી એચ.સી. અવસ્થીએ કહ્યું કે હત્યાના પ્રયાસ મામલામાં સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ પર ઘાત લગાવીને ફાયરિંગ કર્યું. એક સીઓ, એક એસઓ, એક ચોકી ઇન્ચાર્જ, પાંચ સિપાહી શહીદ થયા છે. આ ઉપરાંત ચાર સિપાહી ઘાયલ છે, જેમાં એક ગંભીર છે. ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આરોપી 7થી 8 હોવાની શક્યતા છે. આરોપી વિકાસ દુબેને ઝડપી પાડવા માટે પડોશી જિલ્લાઓની પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા માટે ATFને પણ જવાબદારી સોંપવામાં આવી છે. લખનઉથી એક ફોરેન્સિકની ટીમ પણ કાનપુર જઈ રહી છે. કાનપુર ગ્રામ્યમાં એન્કાઉન્ટર બાદ જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર ગામમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.આ પણ વાંચો, શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા

શહીદ પોલીસકર્મી  1. દેવેન્દ્ર કુમાર મિશ્ર, સીઓ બિલ્હૌર

  2. મહેશ યાદવ, એસઓ શિવરાજપુર

  3. અનૂપ કુમાર, ચોકી ઇન્ચાર્જ મંધના

  4. નેબૂલાલ, સબ ઇન્સ્પેક્ટર શિવરાજપુર

  5. સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ ચૌબેપુર પોલીસ સ્ટેશન

  6. રાહુલ, કોન્સ્ટેબલ બિઠૂર

  7. જિતેન્દ્ર, કોન્સ્ટેબલ બિઠૂર

  8. બબલૂ, કોન્સ્ટેબલ બિઠૂરFirst published: July 3, 2020, 7:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading