પ્રૅગનેન્ટ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ડૉક્ટર સહિત હૉસ્પિટલ સ્ટાફ ફરાર

પ્રૅગનેન્ટ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ડૉક્ટર સહિત હૉસ્પિટલ સ્ટાફ ફરાર
પ્રતિકાત્મક તસવીર

યુપી મુખ્યમંત્રી કાર્યાલયને જાણકારી મળ્યા બાદ મહિલાને એમ્બ્યુલન્સ મારફતે અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

 • Share this:
  કાનપુર : કોરોના રોગચાળા (Coronavirus Disease)ને કારણે દેશભરમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. આ દરમિયાન કાનપુરના એક ખાનગી દવાખાનામાં દાખલ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાગદોડ થઈ ગઈ હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં હાજર ડૉક્ટર અને દવાખાનાનો સ્ટાફ ગર્ભવતી મહિલાને છોડીને ફરાર થઈ ગયો હતો. લાટૂશ રોડ નિવાસી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કાનપુરમાં હવે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા 319 થઈ ગઈ છે. નોંધનીય છે કે કોરોનાને કારણે કાનપુરમાં અત્યાર સુધી નવ લોકોનું નિધન થઈ ચુક્યું છે.

  લાટૂશ રોડ નિવાસી 37 વર્ષીય ગર્ભવતી મહિલા એક સોનકર પરિવારના સંપર્કમાં આવી હતી. મહિલાને છેલ્લા થોડા દિવસોથી શરદી, તાવ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મહિલાએ આ વાત તેમના પરિવારના લોકોને કહી ન હતી. એટલું જ નહીં તેણી ડૉક્ટર પાસે પણ ગઈ ન હતી. પરિવારના કહેવા પર ચંદ્રકાંતા બુધવારે હૉસ્પિટલના ડૉક્ટરને બતાવવા માટે પહોંચી હતી. હૉટસ્પોટ વિસ્તારમાં રહેતી હોવાને કારણે તેની તપાસ ખાનગી પેથોલોજી હૉસ્પિટલમાં કરાવવામાં આવી હતી. ડૉક્ટરને જ્યારે માલુમ પડ્યું કે મહિલા કોરોના પોઝિટિવ છે ત્યારે તેઓ સ્ટાફ સાથે ફરાર થઈ ગયા હતા.  જે બાદમાં ખાનગી હૉસ્પિટલના સંચાલકે આ અંગેની જાણકારી મુખ્યમંત્રી કાર્યાલયને આપી હતી. જે બાદમાં સ્વાસ્થ્યકર્મીઓ સાથેની એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને મહિલાને બીજી હૉસ્પિટલમાં દાખલ કરી હતી. આ અંગે મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી અશોક કુમાર શુક્લાએ જણાવ્યું કે હૉટસ્પોટ વિસ્તારમાં રહેતી આ મહિલાનો ખાનગી લેબમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાનો બીજી ટેસ્ટ કરવામાં આવશે.

  આ પણ વાંચો :  આજથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મનું વિતરણ શરૂ, લોન લેવા માટે આટલું કરો

  મહિલાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. મહિલાને જચ્ચા બચ્ચા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવામાં આવી રહ્યા છે. મહિલાના જણાવ્યા પ્રમાણે તેણીને પણ નથી ખબર કે તે અને તેનો પરિવાર ક્યારે અને કયા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
  First published:May 21, 2020, 10:16 am

  ટૉપ ન્યૂઝ