લાપરવાહીમાં કરૂણ ઘટના, શૌચાલયમાં થઈ ગયું મહિલાને પ્રસવ, કમોડમાં ફસાઈ જતા નવજાતનું દર્દનાક મોત

બાળક કોમોડમાં પડ્યું અને તેમાં ફસાઈ ગયું

જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Goverment Hospital) હેલટ (hallett)માં બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે.

 • Share this:
  કાનપુર: જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Goverment Hospital) હેલટ (hallett)માં બેદરકારીનો હૃદયદ્રાવક કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાનું નવજાત કર્મચારીઓની અવગણનાને કારણે બચી શક્યું નહીં અને તેનું દર્દનાક મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, હસીન બાનો નામની મહિલાને ડિલિવરી (delivery) માટે હેલટમાં દાખલ કરવામાં આવી હતી. તેને રાત્રે શૌચાલયમાં જવાનું હતું. તેણે આ માટે સ્ટાફને અવાજ આપ્યો. પરંતુ સ્થળ પર કોઈ ન હતું અને કોઈએ તેનો અવાજ સાંભળ્યો ન હતો. તે પછી તે મુશ્કેલી સાથે ટોઈલેટ પહોંચી ગઈ. આ સમય દરમિયાન તેને અચાનક પ્રસવની પીડા થઈ અને નવજાત (newborn)ને જન્મ આપ્યો.

  પીડાદાયક બાબત એ હતી કે, બાળક કોમોડમાં પડ્યું અને તેમાં ફસાઈ ગયું. આ દરમિયાન મહિલા મદદ માટે ચીસો પાડતી રહી પરંતુ લાંબા સમય સુધી કોઈ ત્યાં આવ્યું નહીં. બાદમાં એક સ્ટાફ નર્સ ત્યાં પહોંચી અને મહિલાના પતિને જાણ કરી. મહિલાનો પતિ ત્યાં પહોંચ્યો પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને નિર્દોષ બાળક કોમોડમાં ફસાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

  હોસ્પિટલમાં હડકંપ મચી ગયો

  આ ઘટનાની જાણકારી મળતા જ હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો. મોડી રાત્રે કર્મચારીની ગેરહાજરીને લઇને લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તો, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ડોક્ટરોની બેદરકારી પણ સામે આવી રહી છે. મામલો વધતો જોઈ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તપાસના આદેશ આપ્યા. આ સાથે તેમણે કહ્યું કે, આ કેસમાં જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

  આ પણ વાંચોઅમદાવાદ : હાંસોલ Car Accident CCTV Video: મહિલા ફંગોળાઈ બીજી કારને ભટકાતા કરૂણ મોત

  તો, ઇમરજન્સી મેડિકલ ઓફિસરે કહ્યું કે, કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ જી અય્યરે પણ કડક વલણ અપનાવ્યું અને ચીફ મેડિકલ ઓફિસર પાસેથી આ બાબતે રિપોર્ટ મંગાવ્યો. તેમણે કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ દોષી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: