Home /News /national-international /મૂકબધિર બાળકીનાં અંગૂઠાએ શોધી આપ્યું તેનું ઘર, 2 વર્ષ બાદ આધાર કાર્ડની મદદથી મળ્યો પરીવાર

મૂકબધિર બાળકીનાં અંગૂઠાએ શોધી આપ્યું તેનું ઘર, 2 વર્ષ બાદ આધાર કાર્ડની મદદથી મળ્યો પરીવાર

પ્રતિકાત્મક તસવીર

સરકારી કન્યા ગૃહમાં રહેતી મૂક-બધિર છોકરી આખરે બે વર્ષ પછી તેના પરિવાર (Deaf & Dum Girl Found her Family)ને મળી શકી અને તેના અંગૂઠાની છાપ (Thumb Impression) તેના ઘરનું સરનામું શોધવામાં મદદરૂપ બની. આ નિશાનના આધારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના અધિકારીઓએ તેની સંપૂર્ણ વિગતો શોધી કાઢી હતી

વધુ જુઓ ...
આપણા દેશમાં આધાર કાર્ડ (Aadhar Card) સૌથી મહત્વનો અને મુખ્ય દસ્તાવેજ છે. આ વાત તેના પરથી જાણી શકાય છે કે, ઉત્તર પ્રદેશના કાનપુરના સ્વરૂપનગરમાં સરકારી કન્યા ગૃહમાં રહેતી મૂક-બધિર છોકરી આખરે બે વર્ષ પછી તેના પરિવાર (Deaf & Dum Girl Found her Family)ને મળી શકી અને તેના અંગૂઠાની છાપ (Thumb Impression) તેના ઘરનું સરનામું શોધવામાં મદદરૂપ બની. આ નિશાનના આધારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના અધિકારીઓએ તેની સંપૂર્ણ વિગતો શોધી કાઢી હતી. પોતાના ખોવાયેલા બાળકને જોઈને તેના પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગવર્નમેન્ટ ગર્લ્સ હોમના સ્ટાફે જણાવ્યું કે લગભગ બે વર્ષ પહેલા 1 ફેબ્રુઆરી, 2020ના રોજ કાનપુર રેલવે સ્ટેશન પર 10 વર્ષની એક બધિર બાળકી ધ્યાન વગર ફરતી હતી. બાળકીને પરેશાન જોઈ લોકોએ રેલવેની ચાઈલ્ડલાઈન ટીમને જાણ કરી. આ બાળકી ન તો બોલી શકતી હતી કે ન તો કશું સાંભળી કે સમજી શકતી હતી. તે પોતાનું નામ અને સરનામું કહી શકે તેટલી શિક્ષિત પણ નહોતી.

આવી સ્થિતિમાં જ્યારે તેના સંબંધીઓ ઘણી શોધખોળ કરવા છતાં શોધી શક્યા ન હતા. ત્યારે બાળ કલ્યાણ સમિતિએ બાળકીને બાલીકા ગૃહમાં સોંપી હતી. અહીં તેમને મનુ નામ આપવામાં આવ્યું હતું. બે વર્ષ વીતી ગયા, પણ તેના માતા-પિતા વિશે કંઈ જાણી શકાયું નહીં. આ દરમિયાન મહિલા કલ્યાણ નિદેશાલય તરફથી લાવારિસ બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનો આદેશ આવ્યો.

આ પણ વાંચો-Birbhum Violence: બાળકો સાથે એક રૂમમાં છુપાયેલી હતી મહિલાઓ, હુમલાખોરોએ બહારથી લગાવી દીધી આગ

ત્યારે 23 જાન્યુઆરીએ UIDAI ટીમ આ બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે બાળકીના ઘરે આવી હતી. અહીં મનુના અંગૂઠાની છાપ અને આંખનું સ્કેન પણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે તેનો બાયોમેટ્રિક રેકોર્ડ પહેલેથી જ નોંધાયેલો હતો. તેથી આધાર ટીમ લખનૌ ગઈ અને ફિંગર પ્રિન્ટ અને રેટિના રિપોર્ટના આધારે મનુનું પહેલેથી જ બનાવેલું આધાર કાર્ડ કાઢ્યું અને ત્યાંથી તેનું સાચું નામ અને સરનામું મેળવ્યું હતું. આધાર કાર્ડ પરથી ખબર પડી કે તેનું સાચું નામ રેશ્મી છે અને તે લુધિયાણાની રહેવાસી છે.
" isDesktop="true" id="1191968" >

બાલિકા ગૃહે તરત જ લુધિયાણા બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો. ત્યારબાદ આ મૂક-બધિર બાળકીના પરિવારના સભ્યો ત્યાંની એક વસાહતમાંથી મળી આવ્યા. પોતાના ખોવાયેલા બાળકના સમાચાર મળતાં રેશ્મીના પરિવારની ખુશીનો પાર ન રહ્યો. તે લોકો પણ તરત જ કાનપુર પહોંચી ગયા. પોતાના પરીવારને રેશમીએ તરત જ ઓળખી લીધો અને ગળે વળગીને ખૂબ રડવા લાગી. આ ભાવુક દ્રશ્યો જોઇને સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી.
First published:

Tags: Aadhar card, Deaf and Dumb, Kanpur, Ludhiyana, Missing Girls

विज्ञापन