Home /News /national-international /દત્તક લીધેલી દીકરીએ જ પ્રોપર્ટી માટે બોયફ્રેન્ડ સાથે મળીને માતા-પિતાની કરી નાખી હત્યા, ભાઇની પણ હત્યા કરવાનો હતો પ્લાન
દત્તક લીધેલી દીકરીએ જ પ્રોપર્ટી માટે બોયફ્રેન્ડ સાથે મળીને માતા-પિતાની કરી નાખી હત્યા, ભાઇની પણ હત્યા કરવાનો હતો પ્લાન
પુત્રીએ પહેલા જ્યૂસમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો અને પછી તેના પ્રેમી અને તેના મિત્રોને ઘરમાં બોલાવ્યા હતા
Kanpur Couple Murder case - મૃતક મુન્ના સિંહે 1 વર્ષની કોમલને પોતાના સંબંધી પાસેથી દત્તક લીધી હતી. ત્યારથી તેની પુત્રીની જેમ તેણે તેને પ્રેમથી રાખીને તેને ઉછેરી હતી
કાનપુર : યૂપીના કાનપુરમાં (Kanpur) સોમવારે રાત્રે પોલીસે 24 કલાકમાં વૃદ્ધ દંપતીની ગળું કાપીને હત્યા (Kanpur Couple Murder case) કરવાના ચકચારી મર્ડર કેસમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ તેની દત્તક પુત્રી જ (adopted daughter kills mother and father) હતી. પુત્રીએ તેના પ્રેમી અને તેના મિત્રો સાથે મળીને માતા-પિતાની હત્યા કરી હતી. પુત્રીએ પહેલા જ્યૂસમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો અને પછી તેના પ્રેમી અને તેના મિત્રોને ઘરમાં બોલાવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કડક પૂછપરછ કરી તો તેણે આખું રહસ્ય ખોલ્યું હતું. હાલ પોલીસે આરોપી પુત્રીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને શોધી રહી છે.
હકીકતમાં કાનપુરના બારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના યાદવ માર્કેટ વિસ્તારમાં એક નિવૃત્ત ઓર્ડિનન્સ વર્કર અને તેની પત્નીની ઘાતકી હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હત્યા અન્ય કોઇએ નહીં પરંતુ બંનેની કથિત પુત્રી કોમલ ઉર્ફે આકાંક્ષાએ કરી હતી. આ હત્યામાં કોમલ સાથે તેનો બોયફ્રેન્ડ પણ સામેલ હતો. આ હત્યામાં મૃતકની કથિત દીકરી અને તેના પ્રેમી સહિત કુલ બે લોકો સામેલ હતા. યુવતીનો બોયફ્રેન્ડ રાત્રે લગભગ 12:39 વાગ્યે હત્યા કરવા માટે ઘરે આવ્યો હતો.
પોલીસ કમિશનર વિજય મીણાના જણાવ્યા અનુસાર, આ પ્રોપર્ટી માટે સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. વાસ્તવમાં મૃતક મુન્ના સિંહે 1 વર્ષની કોમલને પોતાના સંબંધી પાસેથી દત્તક લીધી હતી. ત્યારથી તેની પુત્રીની જેમ તેણે તેને પ્રેમથી રાખીને તેને ઉછેરી હતી. પરંતુ ખબર નહીં એવું તે શું થયું કે દીકરી સંપત્તિ માટે માતા-પિતા સહિત તેના ભાઈની દુશ્મન બની ગઈ. આકાંક્ષાએ ષડયંત્ર રચ્યું અને ઘરના બધા માટે દાડમનું જ્યૂસ બનાવી તેમને પીવડાવ્યું. આકાંક્ષાએ તેના કથિત માતા-પિતાની હત્યા કરવાની સાથે સાથે તેના ભાઈને ઝેર આપીને મારી નાંખવાનો પ્લાન કર્યો હતો. જ્યૂસમાં ઝેરી દવાનું પ્રમાણ વધારે હોવાથી ભાઈને ઉલટી પણ થઈ હતી. પરંતુ આ વૃદ્ધ દંપતીને આ દવાની સંપૂર્ણ અસર થઈ હતી. જે પછી આકાંક્ષાએ બંનેના હાથ-પગ બાંધી દીધા હતા અને પ્રથમ તો તેમનું ગળું દબાવી દીધું હતું અને તેમ છતાં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ન હતા, ત્યારે તેણે છરી વડે ગળું કાપીને તેમની ઘાતકી હત્યા કરી હતી.
ભાઇની હત્યાનું પણ હતું પ્લાનિંગ
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, માતા-પિતાની હત્યા કર્યા બાદ કાવતરાના ભાગરૂપે ભાઈને પણ પતાવી દેવાનો વિચાર હતો. પરંતુ ભાઈ ભાનમાં આવ્યો, ત્યારે આકાંક્ષાએ ખોટી વાર્તા બનાવીને ભાઈને કહ્યું કે, ત્રણ લોકો ઘરની અંદર આવ્યા છે. જેમણે તેમના માતા-પિતાની હત્યા કરી છે. એમાંનો એક છોકરો તારા સાળા જેવો લાગતો હતો. જે બાદ પોલીસ હત્યાની બાતમી પર પહોંચી તો દીકરાએ પોતાના સાળા સહિત અન્ય બે લોકોની હત્યાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો. પોતાના પર કોઈને શંકા ન રહે તે માટે આકાંક્ષાએ પણ છરી વડે પોતાના શરીરમાં અનેક ઘા કર્યા હતા. પ્રાથમિક સારવાર બાદ જ્યારે પોલીસે આકાંક્ષાની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે આ સમગ્ર ષડયંત્રની વાત જણાવી હતી. હાલ તો પોલીસે આકાંક્ષાની ધરપકડ કરી લીધી છે અને તેના બોયફ્રેન્ડની શોધખોળ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર