Home /News /national-international /અધધધ.... 100 કરોડની જૂની નોટ સાથે બે લોકો ઝડપાયા

અધધધ.... 100 કરોડની જૂની નોટ સાથે બે લોકો ઝડપાયા

સૌથી વધારે માત્રામાં જુની નોટો કપડાના વ્યાપારી આનંદ ખત્રીને ત્યાંથી મળી આવી છે...

સૌથી વધારે માત્રામાં જુની નોટો કપડાના વ્યાપારી આનંદ ખત્રીને ત્યાંથી મળી આવી છે...

    કાનપુર: નોટબંધીને 14 મહિના વીતી ગાયા બાદ પણ લગભગ 100 કરોડની જૂની નોટો સાથે બે લોકો ઝડપાયા છે. આ નોટો પૂર્વાંચલમાં એક્સચેંજનો ધંધો કરનારા મારફતે ખપાવવાનો પ્લાન હતો. એસએસપી અખિલેશકુમારે આઈજી ક્રાઈમબ્રાંચની સૂચના પર એસપી પશ્ચિમ ડો. ગૌરવ ગોવર અને એસપી અનુરાગ આર્યની ટીમે સાથે મળી સ્વરૂપનગર, ગુમટી, જનરલગંજ અને 80 ફૂટ પરના વ્યાપારીઓને ત્યાં રેડ કરી આ જુની નોટ ઝડપી પાડી છે. મોડી રાત સુધી પોલીસે રેડ કરી પુછતાછ હાથ ધરી હતી.

    હાલમાં ઈન્કમ ટેક્ષ વિભાગની ટીમ પકડાયેલા લોકોની પૂછતાછ અને નોટોની ગણતરી કરી રહી છે. શહેરમાંથી આટલી મોટી માત્રામાં જુની નોટો લોકોના ઘરમાં અને ગોડાઉનોમાં રાખવામાં આવી હતી, તો પણ આઈટી વિભાગને આની જાણ ન હતી. પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં જુની નોટ ઝડપવામાં આવતા આયકર વિભાગ શંકાના ઘેરામાં આવી ગયો છે. જુની નોટ આટલી મોટી માત્રામાં ઝડપાતા આયકર વિભાગ હવે ફરી સફાળુ જાગ્યું છે અને નામી હસ્તીઓની હીલ ચાલ પર નજર રાખી બેઠું છે. એસએસપી અખિલેશકુમારે જણાવ્યું કે, હજુ આ મામલે પુછપરછ અને રેડ પાડવાનું ચાલુ છે.

    સ્વરૂપમાં લગભગ 100 કરોડની આસપાસ જુની નોટો સાથે ઝડપાયેલ લોકો એક્સચેન્જર એનઆરઆઈ કોટા દ્વારા જુની નોટો બદલવાનો ખેલ રમી રહ્યા હતા. પોલીસની પુછતાચમાં સામે આવ્યું કે, આ લોકોએ નોટ બદલવાના નામે કેટલાએ લોકો પાસેથી બે હાજર, પાંચ હજાર એમ કરી આટલા રૂપિયા ભેગા કર્યા છે. આ નોટો હવાલાના માધ્યમે અમેરિકા મોકલવાનો પ્લાન હતો. પકડવામાં આવેલ આરોપી કોટેશ્વર હવાલા માધ્યમ દ્વારા જુની નોટ બહાર મોકલવાનો હતો.

    પોલીસે જણાવ્યું કે, સૌથી વધારે માત્રામાં જુની નોટો કપડાના વ્યાપારી આનંદ ખત્રીને ત્યાંથી મળી આવી છે. આની સાથે મોહિત અને સંતોષ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જુની નોટો બદલવાનો ધંધો કરતા અન્ય સાત લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ લોકો વિદશી કંપનીઓના માધ્યમથી નોટો બદલી આપવામાં આવશે તેમ કહી લોકો પાસેથી જુની નોટો મેળવતા હતા. પકડાયેલ રકમમાં અડધી રકમ તો આનંદ ખત્રીની છે. આ રકમ કોની છે, અને હજુ અન્ય જુની નોટો ક્યાં છે, તે મુદ્દે તપાસ થઈ રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 100 crore, Kanpur, Recovered, ઉત્તર પ્રદેશ

    विज्ञापन
    विज्ञापन