Home /News /national-international /શરમજનક: બેનો ઘડિયો વિદ્યાર્થી ન બોલી શક્યો તો શિક્ષકે આપી તાલિબાની સજા, હાથ પર ડ્રીલ મશીન ચલાવ્યું

શરમજનક: બેનો ઘડિયો વિદ્યાર્થી ન બોલી શક્યો તો શિક્ષકે આપી તાલિબાની સજા, હાથ પર ડ્રીલ મશીન ચલાવ્યું

માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે આપી તાલિબાની સજા

કાનપુરની ઉચ્ચ પ્રાથમિક મોડલ વિદ્યાલય પ્રેમનગરના પ્રશિક્ષકે અમાનવીયતાની હદ પાર કરી દીધી છે. ધોરણ પાંચનું એક બાળક બેનો ઘડિયા સંભાળી શક્યો નહીં તો, તેના હાથ પર ડ્રિલ મશીન ચલાવી દીધું હતું.

  કાનપુર: કાનપુરની ઉચ્ચ પ્રાથમિક મોડલ વિદ્યાલય પ્રેમનગરના પ્રશિક્ષકે અમાનવીયતાની હદ પાર કરી દીધી છે. ધોરણ પાંચનું એક બાળક બેનો ઘડિયા સંભાળી શક્યો નહીં તો, તેના હાથ પર ડ્રિલ મશીન ચલાવી દીધું હતું. તેના કપડા ફાટી ગયા અને તે ઘાયલ થઈ ગયો હતો. શુક્રવારે તેનો ખુલાસો થતાં વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. બીએસએ આરોપી પર કાર્યવાહીનો ભરોસો આપ્યો ત્યારે આ મામલો શાંત થયો હતો.

  યૂનિસેફ તરફથી પસંદ પામેલી આઈબીટી સંસ્થા શહેરના ચાર પરિષદીય વિદ્યાલયમાં ધોરણ આઠ પાસ યુવાનોને હુનરમંદ બનાવવા માટે ઈલેક્ટ્રિશિયન વગેરેનું ટેકનિકલી ટ્રેનિંગ આપે છે. ધોરણ 1-8 સુધી સંચાલિત આ સ્કૂલમાં સંસ્થા તરફથી અનુજ પાંડેય પ્રશિક્ષક તરીકે ટ્રેનિંગ આપી રહ્યા હતા, તેમની બદલી અન્ય વિદ્યાલયમાં થઈ ગઈ છે. તેમ છતાં પણ ગુરુવારે બપોરે તે વિદ્યાલયમાં આવ્યો અને રુમમાં બુક સેલ્ફ લગાવવા માટે ડ્રીલ મશીનથી છેદ કરવા લાગ્યો. તેની પાસે ઊભેલા વિદ્યારથી વિવાનને બેનો ઘડિયો બોલવા માટે કહ્યું. ઘડિયો સંભળાવી ન શકતા વિવાનના ડાબા હાથ પર ડ્રિલ મશીન ચલાવી દીધું હતું. જો કે, નજીકમાં ઊભેલા એક વિદ્યાર્થીએ ડ્રીલ મશીનનો પ્લગ બંધ કરી દીધો, નહીંતર વિવાનના હાથમાં કાણુ પડી જાત.

  આ પણ વાંચો: યુપીના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત, યાત્રાળુઓ ચંદ્રિકા મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યાં હતા

  પ્રભારી પ્રધાનનાધ્યાપકે ન આપી ઓફિસરોને સૂચના


  આચાર્ય સુભાષ ચંદ્ર બીએલઓની ડ્યૂટીના કારણે ગુરુવારે શાળાએ આવ્યા નહોતા. તેમની જગ્યાએ પ્રભાર અલકા ત્રિપાઠીને સોંપ્યો હતો. કહેવાય છે કે, અલ્કાએ વિદ્યાર્થીને રોતા જોઈ આરોપીને ઘટના વિશે પુછ્યું તો, તેણે ઝાડ પરથી નીચે પડ્યો હોવાની વાત કહી. અલ્કાએ વિવાનને ચૂપ કરાવીને ઘરે મોકલી દીધો. તેમણે ન તો ટિટનેસનું ઈંજેક્શન લગાવ્યું ન તો ખંડ શિક્ષાધિકારીને આ અંગે સૂચના આપી.

  આ બાજૂ જ્યારે આ વાત ફેલાઈ ગઈ તો, ક્લાસ ટીચરે, શિક્ષિકા મરિયમ ખાતૂન અને અલકા ત્રિપાઠીને કારણ બતાઓ નોટિસ આપી છે. ત્રણ ખંડ શિક્ષણ અધિકારીએ કમિટિ બનાવીને વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. આ બાજૂ સંસ્થાના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શરદ જાધવન જણાવ્યા અનુસાર, પ્રશિક્ષકની લાપરવાહી સામે આવી છે. તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમણે બાળકની તાત્કાલિક સારવાર કરાવાનો વિશ્વાસ અપાવ્યો છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Kanpur

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन