કાનપુર કાંડ : ચૌબેપુરના પૂર્વ SO વિનય તિવારી અને બીટ પ્રભારી કે.કે શર્માની ધરપકડ

કાનપુર કાંડ : ચૌબેપુરના પૂર્વ SO વિનય તિવારી અને બીટ પ્રભારી કે.કે શર્માની ધરપકડ
ચૌબેપુરના પૂર્વ SO વિનય તિવારી

અથડામણના સમયે પોલીસની ટીમનો જીવ જોખમમાં મુકવા અને સ્થળ પરથી ફરાર થઈ જવાની સાથે અપરાધી વિકાસ દુબે સાથેના સંબંધમાં તેમની ધરપકડ કરી

  • Share this:
    કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં (Kanpur) વિકરુ ગામ શૂટઆઉટ (Shootout) મામલામાં સસ્પેન્ડ (Suspended) કરવામાં આવેલા ચૌબેપુરના પૂર્વ એસઓ વિનય તિવારી (Vinay Tiwari) અને બીટ પ્રભારી કે.કે શર્માની (KK Sharma) ધરપકડ (Arrest) કરી લીધી છે. અથડામણના સમયે પોલીસની ટીમનો જીવ જોખમમાં મુકવા અને સ્થળ પરથી ફરાર થઈ જવાની સાથે અપરાધી વિકાસ દુબે (Vikas Dubey) સાથેના સંબંધમાં તેમની ધરપકડ કરી છે. આઈજી મોહિત અગ્રવાલ (IG Mohit Agarwal) અને એસએસપી દિનેશ કુમાર પી (SSP Dinesh Kumar P)એ ધરપકડની પુષ્ટિ કરી છે. બંનેને જેલમાં મોકલી દીધા છે.

    આરોપ છે કે ચોકી ઈન્ચાર્જ કે.કે શર્માએ રેડની જાણકારી લીક કરી હતી. કે.કે શર્મા મામલાના વિવેચક હતા અને રેડ પર ગયા ન હતા. કે.કે શર્માને ખબર હતી કે ખૂની ખેલ ખેલાવાનો છે. જ્યારે સિપાહી રાજીવે વિકાસના ઈરાદા વિશે એસઓ વિનય તિવારીને જણાવી દીધું હતું. જાણકારી હોવા છતાં પણ એસઓ વિનય તિવારીએ કોઈને એલર્ટ કર્યા ન હતા.



    આ પણ વાંચો - વેક્સીન ન શોધાય તો ભારતમાં 2021માં રોજના 2.87 લાખ કોરોના કેસ આવી શકે છે : અધ્યયન

    વિનય તિવારીની ભૂમિકા રહી સંદિગ્ધ

    અત્યાર સુધીના તપાસમાં એસઓ વિનય તિવારીની ભૂમિકા શંકાસ્પદ સાબિત થઈ છે. સાથે આ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે તેમણે 2-3 જુલાઈની રાત્રે વિકાસ દુબેના ઘર પર રેડ પાડવા જઈ રહેલી પોલીસ ટીમની (Police Team) ઇર્ન્ફોમેશન લીક કરી હતી. પોલીસની જ બાતમી પછી જ વિકાસ દુબેએ પોતાના હથિયારબંદ ગુંડાઓની સાથે મળીને 8 પોલીસકર્મીઓને મોતના ધાટ ઉતારી દીધા હતા.

    તમને જણાવી દઈએ કે આ મામલે એસઓ વિનય તિવારી, દરોગા કુંવર પાલ, કે.કે. શર્મા અને સિપાહી રાજીવ ચૌધરીને પહેલાથી સસ્પેન્ડ કરી ચૂક્યા છે. એટલું જ નહી એસએસપીએ આખા પોલીસ સ્ટેશનના બાકી 68 સ્ટાફને પણ લાઈન હાજર કરી દીધા છે. બધાની વિરુદ્ધમાં તપાસ ચાલી રહી છે. હવે ચૌબેપુર સ્ટેશનમાં 55 નવા પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:July 08, 2020, 19:15 pm

    ટૉપ ન્યૂઝ