કાનપુરમાં 6 ફેરા બાદ દુલ્હને કહ્યું, દુલ્હો કાળો છે, લગ્ન નહીં કરું!

News18 Gujarati
Updated: November 25, 2019, 12:50 PM IST
કાનપુરમાં 6 ફેરા બાદ દુલ્હને કહ્યું, દુલ્હો કાળો છે, લગ્ન નહીં કરું!
કાનપુરમાં 6 ફેરા બાદ દુલ્હને કહ્યું, દુલ્હો કાળો છે (પ્રતીકાત્મક તસવીર)

સ્વજનો અને પોલીસે દુલ્હનને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેણે કોઈની વાત ન માની

  • Share this:
અમિત ગંજૂ, કાનપુર : કાનપુર (Kanpur)માં રવિવાર મોડી રાત્રે એક દુલ્હન (Bride)એ 6 ફેરા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. મળતી જાણકારી મુજબ, જયમાળા બાદ યુવતીએ દુલ્હા (Groom)ની સાથે 6 ફેરા લીધા, સાતમા ફેરા સમયે તે અટકી ગઈ. દુલ્હને કહ્યું કે, દુલ્હો કાળો છે, લગ્ન નહીં કરું. તેના બીજા દિવસે બિઠૂરથી આવેલી જાન પાછી જતી રહી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દુલ્હનના પરિજનોને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ દુલ્હને કોઈની પણ વાત માની નહીં.

મૂળે, સચેંડીના એક ગામમાં ખેડૂતની દીકરીના લગ્ન હતા. જાન બેન્ડબાજાની સાથે બિઠૂરના નારામઉ ગામથી મોડી સાંજે પહોંચી તો ભોજન સમારંભ બાદ જયમાલા થઈ. મોડી રાત્રે લગ્નની વિધિ શરૂ થઈ. વૈદિક મંત્રોની વચ્ચે મંડપમાં 6 ફેરા પૂરા થતાં જ દુલ્હન એકદમ અટકી ગઈ. માથાથી ઘૂંઘણ ઉઠાવતાં બોલી, લગ્ન નહીં કરું. તેનાથી હોબાળો થઈ ગયો.

જ્યારે મા-બાપે કારણ પૂછ્યું તો દુલ્હને જણાવ્યું કે, દુલ્હો કાળો છે. બંને પક્ષના વડિલો અને સંબંધીઓએ યુવતીને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે કોઈની વાત ન માની. પોલીસ સ્થિતિને જોતાં બંને પક્ષને રાત્રે જ સચેંડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. સચેંડી એસઓએ જણાવ્યું કે, બંને પક્ષના ખર્ચ અને એક-બીજાને આપેલા સામાનને પરત કરવાની સહમતિ સધાઈ છે. સામાનની અદલા-બદલી બાદ જાન નારામઉ ગામે પરત ફરી.

આ પણ વાંચો,

ટ્રેનના ટૉયલેટમાં યુવકની લાશ જોતાં સફાઈ કર્મચારી ચોંકી ગયો!
બે ફુટના ઠિંગુજીને મળી 6 ફુટની સુંદર દુલ્હન, લગ્નના ડાન્સનો વીડિયો વાયરલ!
First published: November 25, 2019, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading