Home /News /national-international /લગ્નની વિધિ વચ્ચે વારંવાર દુલ્હનને જોવા રુમમાં ઘુસી જતો વરરાજો, નારાજ પિતાએ લાફો મારી દીધો
લગ્નની વિધિ વચ્ચે વારંવાર દુલ્હનને જોવા રુમમાં ઘુસી જતો વરરાજો, નારાજ પિતાએ લાફો મારી દીધો
દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી
લગ્નના વિધિ દરમિયાન વારંવાર રુમમાં જતાં વરરાજાના પિતા ગુસ્સે થયા અને તેમને મંડપમાં જ પોતાના દીકરાને લાફો મારી દીધો. થપ્પડ ખાધા બાદ છોકરો પણ ગુસ્સામાં આવી ગયો અને તેણે પણ કંઈ વિચાર્યા વગર પોતાના બાપાને સામે ગાલ પર લાફો મારી દીધો. આ થપ્પડ કાંડથી દુલ્હન નારાજ થઈ ગઈ અને આવા પરિવારમાં લગ્ન નહીં કરવાની વાત કહી દીધી.
કાનપુર: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને અનેક જગ્યાએ લગ્ન પ્રસંગને લઈને અલગ અલગ કહાનીઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં જ લગ્નના રસમો વચ્ચે વારંવાર દુલ્હનના રુમમાં જવાનું એક વરરાજાને ભારે પડ્યું છે. થયું છે એવું કે, દુલ્હનના રુમમાં વારંવાર ઘુસી જવાથી નારાજ પિતાએ પોતાના વરરાજાના દીકરાને થપ્પડ મારી દીધી હત અને વળતો જવાબ આપતા દીકરાએ પણ પિતા પર હાથ ઉપાડી દીધો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને જાન લીલા તોરણે પાછી ફરી હતી.
યૂપીના ચિત્રકૂટ જિલ્લાના શિવરામપુર પોલીસ ચોકી વિસ્તારના એક ગામની દીકરીના લગ્ન કાનપુરના બર્રા નિવાસી યુવક સાથે નક્કી થયા હતા. જાનૈયા નાચતા નાચતા જાન લઈને પહોંચ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ વરમાળા દરમિયાન છોકરીની સુંદરતા જોઈને વરરાજો થોડી વાર પણ તેનાથી અલગ રહેવા માગતો નહોતો.
હકીકતમાં જોઈએ તો, વરરાજાને એ વાત ખબર હતી કે, તેમના પરિવારમાં લગ્નના 4-5 દિવસ બાદ છોકરીને તેના પિયરે પાછી મોકલી દેવામાં આવે છે. અને પછી લાંબા સમય બાદ દુલ્હન પોતાના સાસરિયે પરત ફરે છે. છોકરાને આ વાત ગમી નહીં અને તે મંડપમાંથી ઉઠીને લગ્નની વિધિ વચ્ચે વારંવાર દુલ્હનના રુમમાં જઈને છોકરીને સમજાવાની મહેનત કરતો હતો.
પિતાએ લાફો મારી દીધો
લગ્નના વિધિ દરમિયાન વારંવાર રુમમાં જતાં વરરાજાના પિતા ગુસ્સે થયા અને તેમને મંડપમાં જ પોતાના દીકરાને લાફો મારી દીધો. થપ્પડ ખાધા બાદ છોકરો પણ ગુસ્સામાં આવી ગયો અને તેણે પણ કંઈ વિચાર્યા વગર પોતાના બાપાને સામે ગાલ પર લાફો મારી દીધો. આ થપ્પડ કાંડથી દુલ્હન નારાજ થઈ ગઈ અને આવા પરિવારમાં લગ્ન નહીં કરવાની વાત કહી દીધી.
એક વર્ષ સુધી વિદાઈ નહીં કરે
દુલ્હનનો આરોપ છે કે, વરરાજો ઘણી વાર તેની પાસે આવ્યો અને કહ્યું કે, એક વર્ષ સુધી તેની વિદાઈ નહીં કરે. તેનો અભ્યાસ પુરો કરવો હોય તો, કાનપુર એટલે કે, સાસરિયામાં જ થશે. ચિત્રકૂટથી નહીં. આ વાતને લઈને પહેલા તો છોકરી પરેશાન હતી અને ત્યાર બાદ થપ્પડકાંડથી તેનુ દિલ તૂટી ગયું અને તેને લગ્ન કરવાની ના પાડી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર