વિકાસ દુબેનો વધુ એક સાગરીત પ્રભાત મિશ્રા એન્કાઉન્ટરમાં ઠાર, ફરીદાબાદથી ઝડપાયો હતો

News18 Gujarati
Updated: July 9, 2020, 8:30 AM IST
વિકાસ દુબેનો વધુ એક સાગરીત પ્રભાત મિશ્રા એન્કાઉન્ટરમાં ઠાર, ફરીદાબાદથી ઝડપાયો હતો
પ્રભાત મિશ્રાની ફાઇલ તસવીર

પ્રભાત મિશ્રા પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી ભાગી રહ્યો હતો, STFની જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો

  • Share this:
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર કાંડ (Kanpur Shootout)માં ફરાર મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે (Vikas Dubey)નો વધુ એક સાગરીત પ્રભાત મિશ્રા (Prabhat Mishra) ઉર્ફ કાર્તિકેયને એસટીએફ (STF)એ પનકી પોલીસ સ્ટેશનની હદમાં એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રભાત મિશ્રા વિકરૂ ગામમાં પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં સામેલ હતો. નોંધનીય છે કે, પ્રભાત મિશ્રાની બુધવારે જ ફરીદાબાદ પોલીસે ધરપકડ કરી હતી.

ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવા યૂપી એસટીએફને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લીધો હતો. યૂપી એસટીએફ તેને રિમાન્ડ પર કાનપુર લાવી રહી હતી. પનકી પોલીસ સ્ટેશનની હદમાં ગાડી ખરાબ થઈ ગઈ. આ દરમિયાન પ્રભાતે યૂપી એસટીએફના એક સ્ટાફની પિસ્તોલ છીનવીને ભાગવા લાગ્યો. જ્યારે પોલીસે તેને રોક્યો તો ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ કરવામાં આવેલા જવાબી ફાયરિંગમાં પ્રભાત મિશ્રાનું મોત થયું.

આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરીના પુસ્તકમાં મોટો ખુલાસોઃ પિતાના ત્રાસથી ડરતા હતા રાષ્ટ્રપ્રમુખ

શૂટઆઉટમાં સામેલ હતો પ્રભાત મિશ્રા

નોંધનીય છે કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબેના રાઇટ હેન્ડ અમર દુબે બાદ પ્રભાત જ તેનો સૌથી નિકટતમ હતો. ફરીદાબાદ પોલીસે તેની પાસેથી પોલીસની લૂંટેલી ચાર પિસ્તોલ અને 44 કારતૂસ પણ જપ્ત કરી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે શૂટઆઉટ બાદ વિકાસ દુબેની સાથે નજીકના ગામ શિવલીમાં બે દિવસ રોકાયા હતા. ત્યારબાદ તેઓ ટ્રકમાં બેસી ફરીદાબાદ પહોંચ્યા હતા.

આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં કર્યો ઘટાડો

વિકાસ દુબેના ‘રાઇટ અને લેફ્ટ હેન્ડ’ કપાયા : વિકાસ દુબેનું સામ્રાજ્ય ધીમે ધીમે ધરાશાયી થઈ રહ્યું છે. હવે તેના રાઇટ અને લેફ્ટ હેન્ડ કહેવાતા અમર દુબે અને પ્રભાત મિશ્રાને એસટીએફે ઢાળી દીધા છે. પરંતુ વિકાસ દુબે હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે એસટીએફ વિકાસ દુબેની ઘણી નજીક છે. પરંતુ ચાલાક વિકાસ દુબે એસટીએફને સતત હાથતાળી આપી રહ્યો છે.

 

 
Published by: Mrunal Bhojak
First published: July 9, 2020, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading