કાનપુર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur)માં ઇન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department)ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૂળે, શહેરમાં રસ્તા કિનારે ખૂમચા લઈને પાન, ચાટ અને સમોસા (Paan, Chaat and Samosa) વેચીને ગુજરાન ચલાવતા લોકોની કરોડોની આવક હોવાનું સામે આવ્યું છે. કાનપુરના નાના કરિયાણા અને દવાના વેપારીઓ પણ કરોડપતિ (Crorepati) હોવાનો ખુલાસો થયો છે. તો બીજી તરફ, ફળ વેચનારા પણ વિશાળ કૃષિ જમીનના માલિક છે.
‘દૈનિક હિન્દુસ્તાન’ના અહેવાલ મુજબ, પાન, ચાટ, કરિયાણાની દુકાન અને સમોસા વેચનારા ઉપરાંત ભંગારનો લે-વેચ કરનારાઓ મામલે મોટો ખુલાસો થયો છે. આશ્ચર્યની વાત છે કે ભંગારનો ધંધો કરનારાઓ પાસેથી ત્રણ-ત્રણ કારો છે, પરંતુ ઇન્કમ ટેક્સ (Income Tax) અને જીએસટી (GST)ના નામ પર એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સ વિભાગને નથી આપતા. નોંધનીય છે કે, બિગ ડેટા સોફ્ટવેર, ઇન્કમ ટેક્સ અને જીએસટી રજિસ્ટ્રેશનની તપાસમાં કાનપુરના 256 ખૂમચાવાળા કરોડપતિ (Crorepati) હોવાનું સામે આવ્યું છે.
મૂળે, ઇન્કમ ટેક્સ વિભાગની ગરીબ દેખાતા ખૂમચાવાળાઓ પર લાંબા સમયની નજર હતી. જ્યારે વિભાગ માત્ર ઇન્કમ ટેક્સ આપનારા અને રિટર્ન ભરનારા કરદાતાઓનું મોનિટરિંગ ઉપરાંત રસ્તા કિનારે નાનાપાયે વેપાર કરીને તગડી કમાણી કરનારા વેપારીઓનો ડેટા સતત એકત્ર કરી રહ્યા હતા. જ્યારે આ બધું પકડાયું તો બધાના હોશ ઊડી ગયા.
કાનપુર (Kanpur)માં બે પાનની દુકાનો માલિકોએ કોરોના કાળ (Corona Crisis)માં પાંચ કરોડની પ્રોપર્ટી (Property) ખરીદી છે. બીજી તરફ, ચાટ વેચનારો અલગ-અલગ ઠેલા પર દર મહિને સવા લાખ રૂપિયા ભાડું આપી રહ્યો છે. આ ઉપરાંત તપાસમાં બે ભંગારનો ધંધો કરનારાએ બે વર્ષમાં 10 કરોડથી વધુની સંપત્તિ છે. ઇન્કમ ટેકસ વિભાગની તપાસમાં ચાટના વેપારીઓ દ્વારા જમીનમાં રોકાણ કરવાનો ખુલાસો થયો છે. વિશેષમાં, જીએસટી રજિસ્ટ્રેશનથી બહાર 65થી વધુ નાના કરિયાણા અને દવાના વેપારી પણ કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર