રંગીન મિજાજી પ્રધાન પતિને યુવતીએ ધડા-ધડ મારી દીધી ગોળી, હત્યાના કારણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

રંગીન મિજાજી પ્રધાન પતિને યુવતીએ ધડા-ધડ મારી દીધી ગોળી, હત્યાના કારણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક તસવીર

હીરાપુરવા ગામે રવિવારે રાત્રે પ્રધાનપતિ રામશરણની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે ગામના એક મકાનમાં પંચાયત કરવા ગયો હતો.

 • Share this:
  કન્નૌજ : ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક વ્યક્તિની હત્યાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કન્નોજ વિસ્તારના હીરાપુરવા ગામે રવિવારે રાત્રે પ્રધાનપતિ રામશરણની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે ગામના એક મકાનમાં પંચાયત કરવા ગયો હતો. પોલીસે હત્યાના આ કેસમાં 5 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ગુનેગારોની શોધમાં પોલીસ ટીમોએ ફરરૂખાબાદ સુધી દરોડા પાડ્યા હતા. પોલીસે યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે યુવતીને મુખ્ય આરોપી બનાવી છે.

  જ્યારે પોલીસ પકડમાં આવેલી યુવતીએ હત્યા પાછળનું કારણ સંભળાવ્યું તો, તે જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવી જ દેખાતી હતી. મુખ્ય આરોપી યુવતીના કહેવા પ્રમાણે, પ્રધાનપતિ પત્ની હોવા છતાં પણ તેને રાખવા માંગતો હતો. તે પોતે પણ ઇતિહાસમાં હિસ્ટ્રીશીટર ગુનેગાર હતો, તેથી પરિવારના સભ્યો પણ મૌન રહેતા હતા.  આ પણ વાંચો - પારિવારીક પ્રેમની કરૂણ કહાની: પત્નીના મોતના વિરહમાં, પતિ અને બે જવાનજોધ દીકરીઓનો સામુહિક આપઘાત

  પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી

  પોલીસે રામશરણ હત્યા કેસમાં રાઈફલ અને પિસ્તોલ સાથે વધુ બે લોકોની ધરપકડ કરી છે. 5 આરોપીઓ હજી પોલીસની પકડથી દૂર છે. પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક રામશરણ પોતે ઇતિહાસમાં હિસ્ટ્રી શૂટર હતો. તેની સામે સદર કોટવાલીમાં હત્યા, લૂંટ અને ગેંગસ્ટર સહિત 8 કેસ નોંધાયેલા છે. એસપી પ્રશાંત વર્મા કહે છે કે, તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ પૂરી સચ્ચાઈ દરેકની સામે હશે.

  ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં મહુંજી ગામમાં એક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નના પહેલા એવો ડ્રામા થયો કે, મોટા ભાઈની મંગેતર સાથે નાના બાઈએ લગ્ન કરવા પડ્યા. જે દરવાજા પર મોટા ભાઈની જાન જવાની હતી, તે દરવાજા પર નાના ભાઈની જાન પહોંચી.

  ઉલ્લેખનીય છે કે, મહુંજી ગામના રહેવાસી મોટા ભાઈ કન્હૈયાનો સંબંધ ધાનાપુર પોલીસ સ્ટેસન વિસ્તારના પપરોલ ગામની એક યુવતી સાથે નક્કી થયો હતો. બંનેના લગ્ન મંગળવારે નક્કી થયા હતા. પરંતુ, જાન જાય તેના એક દિવસ પહેલા જ સોમવારે વરરાજાની પ્રેમિકા સામે આવી ગઈ. પ્રેમિકાએ ખુદને યુવકની પત્ની બતાવી હંગામો કરી દીધો. ત્યારબાદ કહાનીમાં નવો વળાંક આવ્યો. બંને પક્ષની સહમતી પર યુવકના નાના ભાઈની જાન મંગળવાર સાંજે ધૂમધૂમ સાથે નક્કી કરેલા દિવસે નીકળી.
  Published by:kiran mehta
  First published:June 23, 2021, 23:01 IST

  ટૉપ ન્યૂઝ