Home /News /national-international /Pushpraj Jain News: કન્નૌજમાં અખિલેશની PC પહેલા જ પુષ્પરાજ જૈનના ઘરે દરોડા, સપાએ કહ્યું- 'જનતા બધું જોઈ રહી છે'

Pushpraj Jain News: કન્નૌજમાં અખિલેશની PC પહેલા જ પુષ્પરાજ જૈનના ઘરે દરોડા, સપાએ કહ્યું- 'જનતા બધું જોઈ રહી છે'

પુષ્પરાજ જૈનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે અખિલેશ યાદવ પોતે કન્નૌજમાં હાજર છે. (File Photo)

Pushpraj Jain IT Raid: પુષ્પરાજ જૈન (Pushpraj Jain News) પર આ દરોડો એવા સમયે થયો છે જ્યારે અખિલેશ યાદવ (Akhilesh Yadav) પોતે કન્નૌજમાં હાજર છે. સપાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે જનતા બધું જોઈ રહી છે અને વોટથી જવાબ આપશે.

વધુ જુઓ ...
  કન્નૌજ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh News)ના પરફ્યુમના વેપારી અને સપા ધારાસભ્ય પુષ્પરાજ જૈન (Pushpraj Jain) ઉર્ફે પમ્પીના ઘરથી ઓફિસ સુધી આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. પીયૂષ જૈન પર સકંજો કસાયા બાદથી જ પુષ્પરાજ જૈનનું નામ ચર્ચામાં હતું, આ દરમિયાન આજે આઈટી વિભાગની ટીમે કનૌજ (Kannauj News) સ્થિત તેમના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. પુષ્પરાજ જૈનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે અખિલેશ યાદવ પોતે કન્નૌજમાં હાજર છે. આ આઈટી રેઇડ અંગે સપાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જનતા બધું જોઈ રહી છે અને વોટથી જવાબ આપશે.

  સમાજવાદી પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું કે, 'ગયા વખતની ભારે નિષ્ફળતા બાદ આ વખતે ભાજપના પરમ સહયોગી આવકવેરા વિભાગે સપા એમએલસી પુષ્પરાજ જૈન અને કન્નૌજના અન્ય પરફ્યુમ વેપારીઓને ત્યાં આખરે દરોડા પાડી જ નાખ્યા. ડરેલી ભાજપ દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ખુલ્લેઆમ દુરુપયોગ યુપી ચૂંટણીઓમાં સામાન્ય છે. જનતા બધું જોઈ રહી છે, વોટથી જવાબ આપશે.’

  તો સમાજવાદી પાર્ટીના મીડિયા ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું કે, 'આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવજીએ કન્નૌજમાં પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરતાની સાથે જ ભાજપ સરકારે સપા એમએલસી પમ્પી જૈનને ત્યાં દરોડાની કાર્યવાહી શરુ કરી દીધી. ભાજપનો ડર સ્પષ્ટ છે. લોકો ભાજપને પાઠ ભણાવવા તૈયાર છે.’

  આ પણ વાંચો: ટેક્સ-દંડના 52 કરોડ કાપો અને બાકી પાછા આપો; પીયૂષ જૈને કોર્ટ પાસે જપ્ત કરાયેલા પૈસા પાછા માગ્યા!

  અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું કે જ્યારે એ વાત સાબિત થઈ ગઈ કે પીયૂષ જૈન ભાજપાઈ છે અને પમ્પી જૈન સપાઈ છે અને પીયૂષ જૈનના ઘરમાંથી કરોડો રૂપિયા કેશ મળી આવ્યા છે, પરંતુ સપા એમએલસી પમ્પી જૈન સાફ છે, તો બીજેપીએ આજે પમ્પી જૈન પર દરોડા પાડીને પોતાનો ડર અને બેચેની બતાવી છે. જનતા જવાબ આપશે અને સરખો જવાબ આપશે.

  આ પણ વાંચો: તિબેટીયન સરકારના કાર્યક્રમમાં સામેલ થયા ભારતીય સાંસદો, ચીનના પેટમાં રેડાયું તેલ

  વાસ્તવમાં સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈનના ઘરે ITના દરોડા એવા સમયે પડી રહ્યા છે જ્યારે સપાના વડા અખિલેશ યાદવ પોતે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં છે. પુષ્પરાજ જૈનના મુદ્દે અખિલેશ યાદવ આજે લગભગ 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ હવે સર્ચ ઓપરેશન પછી શું થશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જણાવી દઈએ કે યુપીમાં પુષ્પરાજ જૈન ઉપરાંત પરફ્યુમના વેપારી મલિક મિયાંના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોઈડા, કાનપુર અને કન્નૌજ સહિત યુપીમાં કુલ 50 સ્થળોએ દરોડા થઈ રહ્યા છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: IT raid, અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन