વૃદ્ધને મોટી ઉંમરે બીજા લગ્નનો નશો કરવો મોંઘો પડ્યો, દુલ્હને આ રીતે આપ્યો દગો

News18 Gujarati
Updated: October 25, 2020, 9:41 PM IST
વૃદ્ધને મોટી ઉંમરે બીજા લગ્નનો નશો કરવો મોંઘો પડ્યો, દુલ્હને આ રીતે આપ્યો દગો
પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢિયા નિવાસી 60 વર્ષિય વૃદ્ધ રાજેન્દ્ર 4 દીકરીના પિતા છે. પત્નીનું 6 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું

  • Share this:
કનોજ: યુપીના કનોજમાં એક વૃદ્ધને બીજા લગ્ન કરવાનું મોંઘુ પડી ગયું છે. વૃદ્ધ પાસેથી લાખો રૂપિયામના ઘરેણાં લઈ દુલ્હન છૂમંતર થઈ ગઈ છે. 4 મહિના પહેલા આ 60 વર્ષીય વૃદ્ધે હિન્દુ રીત-રીવાજથી લગ્ન કર્યા હતા. દુલ્હન સાથે લગ્ન કરી તેને પોતાના ઘરે પણ લઈ ગયા. પરંતુ, એક રાત અચાનક માનો અકસ્માત થઈ જવાની વાત કરી દુલ્હન ઝવેરાત અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ. છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધ હવે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી પોલીસ પાસે મદદ માંગી રહ્યા છે.

આ ઘટના કન્નોજના ગુરસહાયગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢિયા નિવાસી 60 વર્ષિય વૃદ્ધ રાજેન્દ્ર 4 દીકરીના પિતા છે. પત્નીનું 6 વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. દીકરીઓના લગ્ન બાદ તે એકલા થઈ ગયા હતા. આ મામલે પિતરાઈ ભાઈએ તેમને સલાહ આપી કે, બીજા લગ્ન કરી લો. ભાઈએ કહ્યું બીજા લગ્ન કરી લેશો તો વૃદ્ધાવસ્થામાં તકલીફ નહીં રહે, તો વૃદ્ધ રાજેન્દ્રને પણ હવે લગ્નનો નશો ચઢી ગયો. પિતરાઈ ભાઈએ 4 મહિના પહેલા એક મહિલા સાથે લગ્ન કરાવી દીધા.

સુરત: સંબંધીએ જ 15 વર્ષિય તરૂણીને ગર્ભવતી બનાવી, ભાંડો ફૂટ્યો તો માતા-પિતા પણ ચોંકી ગયા

સુરત: સંબંધીએ જ 15 વર્ષિય તરૂણીને ગર્ભવતી બનાવી, ભાંડો ફૂટ્યો તો માતા-પિતા પણ ચોંકી ગયા

માના અક્સમાતનું બહાનું બતાવી રફૂચક્કર

લગ્નના દિવસે ખુદને મહિલાનો ભાઈ બતાવનાર એક યુવક પણ દુલ્હનની સાથે રાજેન્દ્રના ઘરે જ રહેવા લાગ્યો. પીડિત રાજેન્દ્રએ જણાવ્યું કે, એક રાત્રે અચાનક તેનો ભાઈ બનેલો યુવક અમારા રૂમનો દરવાજો ખખડાવે છે અને મારી પત્નીની માનો અકસ્માત થયો છે, તેમાં પગ તૂટી ગયો હોવાનું જણાવ્યું. ત્યારબાદ દુલ્હન બનેલી યુવતી થોડા રૂપિયા અને ઘરેણાં પહેરી માને જોવા માટે જઉં છુ તેમ કહી ગઈ. પત્ની પાછી આવશે તેની રાજેન્દ્ર ચાર મહિનાથી રાહ જોઈ રહ્યા, પરંતુ તેનો કોઈ અતો-પતો ના લાગતા હવે પોલીસનું શરણ લીધુ છે.લગ્ન કરાવનાર પિતરાઈ ભાઈ પણ રોજે-રોજ કોઈને કોઈ બહાનું બતાવી રાજેન્દ્રને દગો આપી રહ્યો છે. ખુદને છેતરાયો હોવાનું માની હવે રાજેન્દ્રએ પિતરાઈ ભાઈ અને છેતરપિંડી આચરનાર પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે લગ્ન સમયે પડાવેલા ફોટા પણ તેમણે પોલીસને સોંપ્યા છે. હાલમાં પોલીસ લૂટેરી દુલ્હનને શોધવામાં લાગી છે.
Published by: kiran mehta
First published: October 25, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading