Home /News /national-international /Kanjhawala Case: 6 મહિના પહેલા પણ અંજલિનું અકસ્માત થયો હતો, હોસ્પિટલ રિપોર્ટમાં ખુલાસો- નશામાં હતી
Kanjhawala Case: 6 મહિના પહેલા પણ અંજલિનું અકસ્માત થયો હતો, હોસ્પિટલ રિપોર્ટમાં ખુલાસો- નશામાં હતી
દિલ્હીના કાંઝાવાલામાં નવા વર્ષની રાત્રે કાર અકસ્માતમાં 20 વર્ષીય અંજલિ સિંહના મોતને લઈને અત્યાર સુધી ઘણા ખુલાસા થયા છે. (ફાઈલ તસવીર- PTI)
Kanjhawala Case: નવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેને નિધિ અને અંજલિ એક વ્યક્તિ સાથે સ્કૂટર પર નજર આવી રહી હતી. તે વ્યક્તિ અંજલિને તેના ઘર પાસે છોડી જાય છે. એક અન્ય ફુટેજમાં બંને યુવતી પીડિતાના ઘરે જાય છે અને બાદમાં પાર્ટી માટે હોટલ તરફ આગળ વધે છે.
નવી દિલ્હી. દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં હિટ એન્ડ રન કેસમાં અંજલિ નામની યુવતીના મોતને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. આ મામલાની તપાસની વચ્ચે હોસ્પિટલનો એક વીડિયો અને જૂનો રિપોર્ટ સામે આવ્યો છે જે અંજલિનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર 1 જાન્યુઆરીએ કાંઝાવાલા અકસ્માતમાં મોતને ભેટેલી અંજલિનો છ મહિના પહેલા અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તે દરમિયાનની મેડિકલ તપાસમાં આ અકસ્માત દરમિયાન તેણે દારૂ પીધો હોવાનું જાણવા મળે છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાંથી આ રિપોર્ટ મળ્યો છે.
વીસ વર્ષીય અંજલિ સિંહની 31 ડિસેમ્બર-જાન્યુઆરી 1 વચ્ચેની રાત્રે કાર દ્વારા અથડાઈને મૃત્યુ પામી હતી અને દિલ્હીમાં બહારથી સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી 12 કિમી સુધી ઘસેડાઇ હતી. અકસ્માત સમયે તેના સ્કૂટર પર પાછળ બેઠેલી તેની મિત્ર નિધિએ દાવો કર્યો હતો કે તે બાજુ પર પડી હતી અને તે ડરી ગઈ હોવાથી સ્થળ પરથી ભાગી ગઈ હતી.
આ મામલે દિલ્હી પોલીસે 26 વર્ષના દીપક ખન્ના અને મિથુન અને 25 વર્ષના અમિત ખન્ના અને 27 વર્ષિય કૃષ્ણા સિવાય મનોજ મિત્તલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ સિવાય પોલીસે આ મામલે અન્ય બે સહયોગીઓની પણ ધરપકડ કરી છે. જેમાથી એક જે કારથી ઘસેડાઇને અંજલિનું મોત થયુ હતું તે કારના માલિકના જીજાજી આશુતોષ ભારદ્વાજ અને બીજો અંકુશ ખન્ના છે જેણે કથિત રીતે આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફુટેજ જોયા બાદ પોલીસને જાણવા મળ્યું હતું તે. આશુતોષ અને અંકુશ આરોપિઓને કથિત રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
" isDesktop="true" id="1315515" >
આ સિવાય પોલીસ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતુ કે, મામલાની મુખ્ય સાક્ષી નિધિ આ પહેલા એક ડ્રગ્સ કેસમાં સામેલ હતી અને તેની ધરપકડ કરાઇ હતી. પોલીસને સીસીટીવી ફુટેજના કમેરા જોયા બાદ નિધિ વિશે જાણકારી મળી હતી. તેણે મંગળવારે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
નવા સીસીટીવી ફુટેજથી થયો ખુલાસો
આ દરમિયાન નવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેને નિધિ અને અંજલિ એક વ્યક્તિ સાથે સ્કૂટર પર નજર આવી રહી હતી. તે વ્યક્તિ અંજલિને તેના ઘર પાસે છોડી જાય છે. એક અન્ય ફુટેજમાં બંને યુવતી પીડિતાના ઘરે જાય છે અને બાદમાં પાર્ટી માટે હોટલ તરફ આગળ વધે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર