Home /News /national-international /VIDEO: કંઝાવાલા કેસના 7માં આરોપી અંકુશ ખન્નાનું આત્મસમર્પણ, 6 આરોપીની પહેલા જ કરાઈ હતી ધરપકડ
VIDEO: કંઝાવાલા કેસના 7માં આરોપી અંકુશ ખન્નાનું આત્મસમર્પણ, 6 આરોપીની પહેલા જ કરાઈ હતી ધરપકડ
કંઝાવાલા કેસના 7માં આરોપીનું આત્મસમર્પણ
કંઝાવાલા વિસ્તારમાં કારની ટક્કર બાદ વાહનથી ઢસડવાથી યુવતીનાના મૃત્યુના સાતમાં આરોપીએ શુક્રવારે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. આરોપીની ઓળખ અંકુશ ખન્ના તરીકે થઈ છે.
નવી દિલ્હી: બહારી દિલ્હીના કંઝાવાલા વિસ્તારમાં કારની ટક્કર બાદ વાહનથી ઢસડવાથી યુવતીનાના મૃત્યુના સાતમાં આરોપીએ શુક્રવારે સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. આરોપીની ઓળખ અંકુશ ખન્ના તરીકે થઈ છે. જણાવી દઈએ કે, દિલ્હી કોર્ટે કંઝાવાલા કેસમાં છ આરોપીઓને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર-1 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે, પીડિતા અંજલિ સિંહ (20) ની સ્કૂટી એક કાર દ્વારા અથડાઈ હતી. આ બાદ, તેને 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. તેની લાશ કંઝાવાલામાં રોડ પરથી મળી આવી હતી.
Delhi | Seventh accused in the Kanjhawala death case, Ankush surrenders before Police. Visuals from Sultanpuri Police Station. pic.twitter.com/FppccoiQ1N