Home /News /national-international /હોટેલમાં 2 રૂમ બુક કરાવ્યા, મૃતક યુવતી અને તેની મિત્ર વચ્ચે ઝઘડો અને પછી... કાંઝાવાલા કેસમાં વધુ એક ઘટસ્ફોટ
હોટેલમાં 2 રૂમ બુક કરાવ્યા, મૃતક યુવતી અને તેની મિત્ર વચ્ચે ઝઘડો અને પછી... કાંઝાવાલા કેસમાં વધુ એક ઘટસ્ફોટ
કાંઝાવાલા કેસ
અકસ્માત પહેલા મૃતક યુવતી અને તેની મિત્ર ઝઘડો કરીને રોહિણીની એક હોટેલમાંથી નીકળી ગયા હતા. હોટેલ સ્ટાફે દાવો કર્યો હતો કે મૃતક યુવતીએ બે રૂમ બુક કરાવ્યા હતા અને હોટેલમાં જ તેની મિત્ર સાથે ઝઘડો થયો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના કાંઝાવાલા કેસમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. હવે અહીં વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. અકસ્માત પહેલા મૃતક યુવતી અને તેની મિત્ર ઝઘડો કરીને રોહિણીની એક હોટેલમાંથી નીકળી ગયા હતા. હોટેલ સ્ટાફે દાવો કર્યો હતો કે મૃતક યુવતીએ બે રૂમ બુક કરાવ્યા હતા અને હોટેલમાં જ તેની મિત્ર સાથે ઝઘડો થયો હતો. જ્યારે ઝઘડો થયો ત્યારે મેનેજરે બંનેને નીચે મોકલી દીધા હતા, પરંતુ અહીં પણ મામલો શાંત ન થયો અને બંને નીચે ઉતરીને લડવા લાગ્યા, ત્યારે જ આસપાસના લોકોએ તેમને રોક્યા, ત્યારબાદ બંને એક જ સ્કૂટી પર બેસી ગયા. બંને સ્કૂટી પર જતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
હોટેલના મેનેજરે દાવો કર્યો છે કે યુવતીએ હોટેલનો રૂમ નંબર 104 બુક કરાવ્યો હતો. બંને વચ્ચે થોડા સમય પછી ઝઘડો શરૂ થઈ ગયો હતો. નાઇટ શિફ્ટ સ્ટાફે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને મેનેજરે બંનેને નીચે જવા કહ્યું. નીચે પણ બંનેએ લડવાનું બંધ ન કર્યું, બંને એકબીજાને ગાળો બોલી રહ્યા હતા. આજુબાજુના લોકો પણ અહીં એકઠા થઈ ગયા હતા અને બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બંને થોડીવારમાં સ્કૂટી પર નીકળી ગયા હતા.
તમને જણાવી દઈએ કે જે જગ્યાએ છોકરી તેના મિત્ર સાથે સ્કૂટી પર જઈ રહી છે તેના ફૂટેજ બતાવવામાં આવ્યા છે, તે રોહિણી સેક્ટર 23ના પૂથ કલાન વિસ્તારનો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે તેની મિત્ર ડરીને ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે હવે પોલીસ મૃતક યુવતીની મિત્રને બોલાવીને તેનું નિવેદન નોંધશે.
ઉલ્લેખનીય છે કે, કાંઝાવાલાની ઘટનામાં સ્કૂટી પર સવાર 20 વર્ષની યુવતીને કારે ટક્કર મારી હતી અને પછી તેને 12 કિમી સુધી ઢસેડી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. ઢસેડવાના કારણે તેના કપડા ફાટી ગયા હતા, શરીર આખુ છોલાઈ ગયું હતું માસ બહાર આવી ગયું હતુ, હાડકા પણ દેખાતા હતા. તેની લાશ કાંઝાવાલાના રોડ પર નગ્ન અને સંપૂર્ણ કચડાયેલી હાલતમાં મળી આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર