
નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘ(જેએનયુએસયુ)અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યુ કે તેમને દેશની ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે અને તેમણે આશા વ્યક્ત કરી કે કોર્ટ આરએસએસ દ્વારા પ્રભાવિત નહી થાય. કન્હૈયાએ કહ્યું કે જે પહેલા ઝંડા સળગાવી રહ્યા હતા હવે તે જ ઝંડા સાથે ઉભા થઇ રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર દેખાડવાનું કહી રહ્યા છે. મારો કોર્ટ અને બંધારણ પર પુરો ભરોસો છે. પરંતુ તેમને શુ કરવું જોઇએ તે નાગપુરમાં આરએસએસ કાર્યાલય પર તય ન થવું જોઇએ.