Home /News /national-international /ઉદ્ધવ ઠાકરેના ઘા પર કંગનાએ મીઠું ભભરાવ્યું: જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે, તેનું પતન નિશ્ચિત
ઉદ્ધવ ઠાકરેના ઘા પર કંગનાએ મીઠું ભભરાવ્યું: જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે, તેનું પતન નિશ્ચિત
કંગના રાનૌત અને ઉદ્ધવ ઠાકરે
કંગનાના આ જવાબ પર બ્રાંડ એજન્સી નામના ટ્વિટર હૈંડલે રિપ્લાઈ કર્યો. આ જ આપને પોઝિટિવ એટિટ્યૂડ છે, જે આપને સૌથી વધારે શક્તિશાળી બનાવે છે. કારણ કે, સમય સાથે હોય કે ન હોય, આપ અન્યાયને કિસ્મત સમજીને સ્વીકાર નથી કરતી.
મુંબઈ: ચૂંટણી પંચે શિવસેના પાર્ટી અને તેના ચૂંટણી ચિન્હ 'ધનુષ-તીર' પર હકને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે વિવાદ પર પોતાના ચુકાદો આપી દીધો છે. ઈસીઆઈએ શિવસેના અને તેના સિંબોલને શિંદે જૂથ સાથે યથાવત રાખવાનો છે. આવી રીતે ઉદ્ધવ ઠાકરેને પોતાના પિતા બાલાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટી ખોવાનો વારો આવ્યો છે. શિવસેના પર અધિકારની લડાઈમાં શિંદે જૂથની જીત પર અભિનેત્રી કંગના રાનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. કંગનાનું એક જૂનું ટ્વિટ હાલમાં રિટ્વિટ કરીને બીઈંગ હ્યૂમનના હૈંડલ પર લખ્યું છે કે, કંગનાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. તેને એમ જ ક્વિન નથી કહેવાતી. તેના જવાબમાં કંગનાએ લખ્યું કે, ભલે મેં કર્યું, પણ આ ભવિષ્યવાણી નહોતી, ફક્ત કોમન સેન્સની વાત હતી. કંગનાનું જૂનું ટ્વિટ હતું- જે સાધુઓની હત્યા અને સ્ત્રીનું અપમાન કરે છે, તેનું પતન નિશ્ચિત છે. પોતાના આ ટ્વિટમાં કંગનાએ હૈશટેગ સાથે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ, અનિલ દેશમુખ અને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતનું નામ પણ લખ્યું હતું.
કંગનાના આ જવાબ પર બ્રાંડ એજન્સી નામના ટ્વિટર હૈંડલે રિપ્લાઈ કર્યો. આ જ આપને પોઝિટિવ એટિટ્યૂડ છે, જે આપને સૌથી વધારે શક્તિશાળી બનાવે છે. કારણ કે, સમય સાથે હોય કે ન હોય, આપ અન્યાયને કિસ્મત સમજીને સ્વીકાર નથી કરતી. આવું ઘણા લોકોમાં હોય છે. તેને ક્યારેય બદલતા નહીં. તેના પર કંગનાએ જવાબ આપતા લખ્યું કે, કુકર્મ કરવાથી તો દેવતાઓના રાજા ઈન્દ્ર પણ સ્વર્ગથી નીચે પડી જાય છે, એતો ફક્ત એક નેતા છે, જે તેણે અન્યાય પૂર્વક મારુ ઘર તોડ્યું હતું. હું સમજી ગઈ હતી. તે જલ્દી પડશે. દેવતા સારા કર્મોથી ઉઠી શકે છે, પણ સ્ત્રીના અપમાન કરનારા મનુષ્ય નીચે આવે છે. જે હવે ક્યારેય ઉઠી નહી શકે. આપને જણાવી દઈએ કે, ગત બે વર્ષ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને તેના નજીકના લોકો વચ્ચે મોટો બળવો થઈ ગયો. તેની સરુઆત સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાદ થયો હતો.
કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, સુશાંતે આત્મહત્યા નથી કરી, પણ તેની હત્યા કરી છે અને તેના માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારે આ કેસને દબાવી દીધો. ઉદ્ધવ સેના પર આ આરોપ બાદ બીએમસીએ કંગનાનું મુંબઈમાં આવેલ ઘર પર બુલડોઝર ચલાવી દીધું હતું અને સંજય રાઉતે અભિનેત્રી પર વિવાદીત ટિપ્પણી કરી હતી. ઘર તૂટ્યા બાદ કંગનાએ એક વીડિયો મેસેજ દ્વારા ઉદ્ધવ ઠાકરે અને તેના નજીકના લોકો પર પ્રહાર કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર