Home /News /national-international /ચોંકાવનારો ખુલાસો; કંગના રનૌત થઈ શકે છે કંગાળ! ફિલ્મ બનાવવા માટે બધી મિલકત ગીરવી મૂકી

ચોંકાવનારો ખુલાસો; કંગના રનૌત થઈ શકે છે કંગાળ! ફિલ્મ બનાવવા માટે બધી મિલકત ગીરવી મૂકી

આ ફિલ્મ માટે કંગના રનૌતે પોતાની તમામ સંપત્તિ દાવ પર લગાવી દીધી

કંગનાએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ 'ઇમર્જન્સી' બનાવવા માટે તમામે-તમામ મિલકતને ગીરવે રાખી દીધી છે. કંગના આ ફિલ્મની એક્ટર જ નહીં પણ ડિરેક્ટર પણ છે. કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર 'ઈમરજન્સી'ના શૂટિંગ રેપ-અપની માહિતી આપતા ફોટો શેર કર્યા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ કંગના રનૌત તેની આગામી ફિલ્મ 'ઈમરજન્સી'ને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. કંગનાએ આ ફિલ્મની કાસ્ટથી લઈને ફિલ્મના શૂટિંગ લોકેશનનું નિરિક્ષણ કરવા માટે ઘણી મહેનત કરી છે. સમય સમય પર તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. હવે કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ફિલ્મના શૂટિંગ પૂર્ણ થવાની માહિતી આપીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કંગનાના આ ખુલાસા પર અનુપમ ખેરે પણ પ્રતિક્રિયા આપી છે.

  આપણે બધા જાણીએ છીએ કે કંગના રનૌત ફાઇટર છે. તે પોતાની દરેક ફિલ્મ માટે સખત મહેનત કરે છે પરંતુ કંગનાએ ખુલાસો કર્યો છે કે, ફિલ્મ 'ઇમર્જન્સી' બનાવવા માટે તમામે-તમામ મિલકતને ગીરવે રાખી દીધી છે. કંગના આ ફિલ્મની એક્ટર જ નહીં પણ ડિરેક્ટર પણ છે.

  આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીને બર્થ એનિવર્સરી પર સુશાંત સિંહની યાદ આવી, થ્રોબેક તસવીર શેર કરી


  કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર 'ઈમરજન્સી'ના શૂટિંગ રેપ-અપની માહિતી આપતા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે ટીમ સાથે બેઠેલી જોવા મળી રહી છે. ઈન્દિરાની જેમ કંગના પણ હેરસ્ટાઈલ અને કોસ્ચ્યુમમાં પાછળથી માઈક્રોફોન પર બોલતી જોવા મળે છે.કંગનાએ પોસ્ટમાં કહ્યું હતું કે, તેણીએ આ મુશ્કેલીઓ વિશે કોઈને જાણ ન થવા દીધી હતી, કારણ કે તે નથી ઈચ્છતી કે તેના ફેન્સ નારાજ થાય.

  ઈમર્જન્સી માટે કંગનાએ બધી સંપત્તિ ગીરવે મૂકી


  કંગનાએ 21 જાન્યુઆરીએ ફિલ્મના સેટનો ફોટોશેર કરતા એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. કંગનાએ લખ્યું હતું કે, 'આજે મેં એક એક્ટર તરીકે 'ઇમર્જન્સી'નું શૂટિંગ પૂરું કર્યું છે. મને લાગે છે કે આ મારા જીવનની આ ખૂબ જ સુંદર ક્ષણ છે, જે આજે પૂર્ણ થઈ છે. લોકોને લાગે છે કે આ બધું બહુ સરળતાથી બન્યું હશે, પરંતુ સત્ય બિલકુલ અલગ છે. આ ફિલ્મ માટે જમીન ગીરવી રાખવાથી લઈને શૂટિંગ દરમિયાન ડેન્ગ્યુનો ચેપ લાગવા સુધી અને બ્લડ સેલ્સ કાઉન્ટ ઓછા હોવા છતાં ફિલ્મમાં કામ કરવા સુધી, મારી આકરી કસોટી થઈ છે.

  કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે હું સોશિયલ મીડિયા પર ખૂબ જ ખુલ્લા મને બોલું છું, પરંતુ મેં આ વાત કોઈની સાથે શેર કરી નથી .સાચું કહું તો આ બધું કહીને હું મારા નજીકના લોકોને બિનજરૂરી ચિંતા કરવા માગતી ન હતી. ના તો જેઓ મારી હારની રાહ જોઈ રહ્યા છે તેમને હું આ વાત જણાવવા માગતી નથી. જેણે હંમેશા મારી મુશ્કેલીઓ વધારી છે. હું નહોતી ઈચ્છતી કે એ લોકો મારું દુઃખ જોઈને ખુશ થાય.

  મારો પુનર્જન્મ થયો છે


  કંગનાએ વધુમાં લખ્યું હતું કે, 'હું તમને બધાને કહેવા માગુ છું કે જો તમને લાગે છે કે તમારે કઈ પણ મેળવવા માટે તનતોડ મહેનત કરવી જોઈએ તો ફરીથી વિચારો. આ કારણ સાચું નથી. તમને જે મળ્યું છે તેના માટે કડી મહેનત કરવી જોઈએ, જો તમે લાયક છો તો તમારે વધારે મહેનત કરવી પડશે અને આ દરમિયાન તમારે બિલકુલ હિંમત ન હારવી જોઈએ... જ્યાં સુધી તમે તે કરી શકતા નથી ત્યાં સુધી કામનો પ્રયાસ કરતા રહો. જ્યારે પણ તમે સખત મહેનત કરતી વખતે પણ ભાંગી પડો છો તો પણ તમે નસીબદાર છો. કારણ કે તે તમારો પુનર્જન્મ છે. હું હવે જીવંત મહેસૂસ કરી રહી છું જે ક્યારેય નથી કર્યું. મને આ વિશેષ તક આપવા બદલ મારી ટીમનો આભાર માનું છું.

  મને ફક્ત તમારા આશીર્વાદ-પ્રેમની જરૂર છે


  અંતે લખેલું છે ;PS- જેઓ મારી સંભાળ રાખે છે, પ્લીઝ જાણી લો કે હું હવે સુરક્ષિત સ્થાન પર છું...જો હું ત્યાં ન હોત, તો મેં આ બધું શેર કર્યું ન હોત...કૃપા કરીને ચિંતા કરશો નહીં, મને ફક્ત તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.


  અનુપમ ખેર ઈમોશનલ થયા


  કંગના રનૌતની આ પોસ્ટ પર ફેન્સ સહિત અનુપમ ખેરે રિએક્ટ કર્યું છે. અનુપમે લખ્યું, ડિયરેસ્ટ કંગના, તમારી પોસ્ટ મારા હૃદયને સ્પર્શી ગઈ. હું ફિલ્મોમાં આવ્યો તે પહેલા મારા દાદાએ એક વખત મને મુસીબતોના દિવસોમાં પત્ર લખ્યો હતો,'ભીગા હુઆ આદમી બારિશ સે નહીં ડરતા'. તમે આગળ વધતા રહો, તમારી પ્રામાણિકતા એ તમારી સૌથી મોટી તાકાત છે, હંમેશા પ્રેમ અને પ્રાર્થના.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Bollywood actress, Emergency, Kangana ranaut

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन