કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ કંગનાના સમર્થનમાં ઉતર્યા, ઓફિસ તોડવાને ગણાવી બદલાની ભાવના

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ કંગનાના સમર્થનમાં ઉતર્યા, ઓફિસ તોડવાને ગણાવી બદલાની ભાવના
કોંગ્રેસ નેતા સંજય નિરુપમ કંગનાના સમર્થનમાં ઉતર્યા, ઓફિસ તોડવાને ગણાવી બદલાની ભાવના

કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ કહ્યું - એક ઓફિસના કારણે શિવસેના ખતમ થવાની શરૂ ના થઈ જાય

 • Share this:
  મુંબઈ : કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે (Sanjay Nirupam) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટની (Kangana Ranaut) ઓફિસને તોડવાની બીએમસીની કાર્યવાહી પર સવાલ ઉભા કર્યા છે. સંજય નિરુપમે રાજ્યમાં ગંઠબંધન સહયોગી પાર્ટી શિવસેના (Shivsena)પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક ઓફિસના કારણે શિવસેના ખતમ થવાની શરૂ ના થઈ જાય. સંજય નિરુપમે આ કાર્યવાહીને બદલાની ભાવના ગણાવી છે. તેમણે કહ્યું કે બદલાની ભાવનાની કાર્યવાહીની ઉંમર ઘણી નાની હોય છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી (National Congress Party),કોંગ્રેસના (Congress) ગઠબંધનવાળી મહાવિકાસ અઘાડીની (Maha Vikas Agadhi)સરકાર છે.

  નિરૂપમે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને લખ્યું છે કે કંગનાની ઓફિસ અવૈધ હતી કે તેને ડિમોલિશ કરવાની રીત? કારણ કે હાઇકોર્ટે કાર્યવાહીને ખોટી માની અને તત્કાલ પ્રતિબંધ લગાવી દીધો છે. આખી એક્શન પ્રતિશોધથી ઓત પ્રોત હતી પણ બદલાની રાજનીતિની ઉંમર ઘણી નાની હોય છે. ક્યાંક એક ઓફિસના ચક્કરમાં શિવસેનાનું ડિમોલેશન શરૂ ના થઈ જાય.  આ પણ વાંચો - Kangana vs Uddhav Thackeray : કંગનાએ કહ્યું આજે કાશ્મીરી પંડિતોનું દુ:ખ સમજી શકું છું  ઉલ્લેખનીય છે કે આજે બીએમસીના 40થી વધુ કર્મચારીઓએ કંગનાની પાર્લે સ્થિતિ આવેલા પ્રોડક્શન હાઉસમાં તોડફોડ કરી હતી. કંગનાના વકીલનો દાવો છે કે આ કાર્યવાહીમાં બીએમસીના કર્મચારીઓએ ખાલી સ્ટ્રક્ચર જ નથી તોડ્યું પણ કંગનાની ઓફિસની પર્સનલ વસ્તુઓ જેમ કે પેન્ટિંગ, ક્રોકરી અને ફર્નિચર પણ તોડ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:September 09, 2020, 17:47 pm

  ટૉપ ન્યૂઝ