#News18RisingIndia: સીએમ જયરામને કંગનાએ કરી આ ફરિયાદ

News18 Gujarati
Updated: March 16, 2018, 8:39 PM IST
#News18RisingIndia: સીએમ જયરામને કંગનાએ કરી આ ફરિયાદ
રાજનીતિ પર આવવા પર કંગનાએ કહ્યું કે મને લાગે છે કે રાજનીતિ એક સારું ફિલ્ડ છે. તેને હંમેશા ખોટું સમજવામાં આવે છે. મને ખાલી નેતાઓની ફેશન સેન્સ નથી ગમતી. જો તે મારી ફેશન સેન્સ ચેન્જ ન કરે તો મને રાજનીતિમાં આવવામાં કોઇ વાંધો નથી.

  • Share this:
દેશના સૌથી મોટા મીડિયા જૂથ નેટવર્ક 18ની 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'માં સામેલ થયેલી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે તેના ગૃહ જિલ્લા હિમાચાલ પ્રદેશમાં કનેક્ટિવિટી સૌથી મોટી સમસ્યા છે.

હકીકતમાં 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'માં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તેમના રાજ્યથી આવતા કંગના રનૌત એક જ સમયે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અમીશ દેવગનના એક સવાલના જવાબમાં કંગનાએ પોતાના દિલનું દર્દ વ્યક્ત કર્યું હતું. કંગનાએ કહ્યું હતું કે તેના રાજ્યમાં રોડ કનેક્ટિવિટી સૌથી મોટી સમસ્યા છે.

કંગનાએ કહ્યું કે મનાલી અને રોહતાંગ જેવા વિસ્તારમાં કનેક્ટિવિટી મોટી સમસ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં જ તે હિમાચલ પ્રદેશ ગઈ હતી, જ્યાં લોકોએ અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

દેશના સૌથી મોટા મીડિયા જૂથ નેટવર્ક 18ની 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'ની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસના આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી ભારતના બિલ્ડિંગ બ્લોક્સ પર વાત કરી હતી.

આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત દેશના અનેક દિગ્ગજ હાજરી આપી રહ્યા છે. આ સમિટમાં રાજનીતિ, બિઝનેસ, શાસન, કળા અને શિક્ષણ ક્ષેત્રના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિગ્ગજ એક છત નીચે લાવવામાં આવશે.
First published: March 16, 2018, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading