Home /News /national-international /કંદહાર પ્લેન હાઇજેકમાં સામેલ આતંકવાદીની કરાચીમાં હત્યા, પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો

કંદહાર પ્લેન હાઇજેકમાં સામેલ આતંકવાદીની કરાચીમાં હત્યા, પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો

ઝહૂર મિસ્ત્રી

ઝહૂર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો.

  નવી દિલ્હીઃ કંદહાર પ્લેન હાઇજેકના (Kandhar plane hijack) કાવતરામાં સામેલ આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને (Zahoor Mistry) પાકિસ્તાનના કરાચીમાં (Karanchi) ઠાર કરવામાં આવ્યો છે. વર્ષ 1999માં એર ઈન્ડિયાના એરક્રાફ્ટ આઈસી-814ના હાઈજેકમાં ઝહૂર સામેલ હતો. તે કરાંચીની અખ્તર કોલોનીમાં સ્થિત ક્રેસન્ટ ફર્નિચરનો માલિક હતો. મિસ્ત્રી બનાવટી ઓળખ હેઠળ ઘણા વર્ષોથી કરાચીમાં રહેતો હતો.

  સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મિસ્ત્રી કરાંચીની અખ્તર કોલોનીમાં ફર્નિચરનું કામ કરતો હતો. ઝહૂર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. જૈશના આ આતંકી પર હુમલો કરનાર બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. આ બંને હુમલાખોરો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા છે. બંનેના ચહેરા પર માસ્ક હતા, જેથી તેમની ઓળખ થઈ શકી ન હતી.

  ઈન્ડિયન એરલાઈન્સના વિમાન IC-814એ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. પરંતુ સાંજે 5.30 વાગ્યે પ્લેન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું કે, તરત જ આતંકવાદીઓએ ગન પોઈન્ટ પર પ્લેનને હાઈજેક કરી લીધું અને પ્લેનને અમૃતસર, લાહોર અને દુબઈ થઈને કંદહાર, અફઘાનિસ્તાન લઈ ગયા.

  આ પણ વાંચો - Russia Ukraine war Top Updates: યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ, જો બાઇડને રશિયન રેસ-તેલની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

  ઘટનાક્રમ

  -24 ડિસેમ્બર, 1999નો દિવસ. ઈન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટ IC 814ને કાઠમાંડૂ, નેપાલના ત્રિભુવન એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. વિમાનમાં ટોટલ 180 યાત્રી અને ક્રુ મેમ્બર સવાર હતા.
  - વિમાન એરબસ A 300 હતું. જેવું જ વિમાન સાંજ સાડા પાંચ વાગ્યે ભારતીય હવાઈ ક્ષેત્રમાં દાખલ થયું કે, બંદૂકધારી આતંકીઓએ વિમાનનું અપહરણ કરી લીધું.
  - જે બાદ આ વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈ થઈ અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું હતું.
  - કંદહાર લઈ જતાં પહેલાં દુબઈમાં 27 જેટલાં યાત્રિકોને ઉતારવામાં આવ્યા હતા.
  - અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ હતું. જે અંગે તે સમયે ભારત સમક્ષ ઓછી જાણકારી હતી. પરિણામે ભારતીય અધિકારીઓએ અને અપહરણકર્તા વચ્ચે વાતચીત મુશ્કેલી થઈ હતી.
  - તાલિબાને ભારતની સ્પેશિયલ ફોર્સને વિમાન પર હુમલો કરવા માટે પૂરી તૈયારી કરી લીધી હતી.
  - તાલિબાનના સશસ્ત્ર યૌદ્ધાઓએ અપહ્યત વિમાનને ચારે તરફથી ઘેરી લીધું હતું.
  - અપહરણકર્તાઓએ શરૂઆતમાં ભારતીય જેલોમાં બંધ 35 ઉગ્રવાદીઓને છોડાવવા અને 200 મિલિયન અમેરિકી ડોલર કેસની માગ કરી હતી.
  - ભારતમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને વિદેશ મંત્રી જસવંત સિંહ સહિતના સરકારે આતંકીઓની માગ પર વિચાર વિમર્શ કરી રહી હતી.
  આતંકીઓ સાથે સમજૂતી થયા બાદ વાજપેયી સરકારના વિદેશ મંત્રી જસવંત સિંહ પોતે ત્રણ કુખ્યાત આતંકીઓને લઈને કંદહાર ગયા હતા. તેઓ કંદહાર એરપોર્ટ પહોંચ્યા અને આતંકી મૌલાન મસૂદ અઝહર, અહમદ ઝરગર અને શેખ અહમદ ઉમર સઇદને છોડી મૂક્યાં હતા.
  " isDesktop="true" id="1187056" >

  - ત્રણેય આતંકીઓ છોડાયાં બાદ IC 814ને મુક્ત કરાયું હતું તે સાથે તમામ યાત્રિકોનો છુટકારો થયો હતો.
  - 31 ડિસેમ્બર 1999ની રાત્રે ફ્લાઈટ 814ના બંધકોને એક વિશેષ વિમાનથી ભારત પરત લવાયાં.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Pakistan news, Terrorists, દેશવિદેશ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन