કમલેશ તિવારી હત્યાકાંડ : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો- ચાકુના ઉપરાઉપરી 15 ઘા મારી, ગોળી ધરબી દીધી

News18 Gujarati
Updated: October 23, 2019, 2:21 PM IST
કમલેશ તિવારી હત્યાકાંડ : પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખુલાસો- ચાકુના ઉપરાઉપરી 15 ઘા મારી, ગોળી ધરબી દીધી
કમલેશ તિવારીની ગત શુક્રવારે લખનઉ સ્થિત તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. (ફાઇલ તસવીર)

15 વાર ચાકુના ઘા માર્યા બાદ ચહેરા પર ગોળી મારી હતી જે માથાની પાછળના ભાગમાં ફસાયેલી મળી

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)એ કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder Case)માં ઉપયોગમાં લેવાયેલું ચાકુ (Knife) બે દિવસ પહેલા શોધી કાઢ્યું હતું. કમલેશ તિવારીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ (Post Mortem Report)માં ખુલાસો થયો છે કે, તેમની પર 15 વાર ચાકુઓના ઘા કરવામાં આવ્યા અને એક ગાળી મારવામાં આવી. આ રિપોર્ટમાં ગળું કાપવાના બે ઊંડા ઘાની વાત પણ કહેવામાં આવી છે. 15 વાર ચાકુથી ઘા માત્ર 10 સેન્ટીમીટરની અંદર જડબાથી લઈને છાતી સુધી મારવામાં આવ્યા છે.

કમલેશ તિવારીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

નોંધનીય છે કે, કમલેશ તિવારીની છાતી, જડબા પર ચાકુઓથી અનેક વાર કર્યા બાદ ગળું પણ કાપવામાં આવ્યું. સાથોસાથ પીઠ પર પણ ચાકુના ઘાના નિશાન મળ્યા છે. તેમના ચહેરા પર એક ગોળી મારવામાં આવી છે. માથાની પાછળના ભાગમાં 32 બોરની એક ગોળી ફસાયેલી મળી.

કમલેશ તિવારીનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ


ગત શનિવારે લખનઉ પોલીસે કૈસરબાગની હોટલ ખાલસામાંથી બંને આરોપીઓના કપડા જપ્ત કર્યા હતા. તે દિવસે સાંજે પોલીસે હત્યામાં ઉપયોગ કરાયેલા ચાકુ પણ શોધી કાઢ્યું હતું. રવિવારે ગુજરાત એટીએસે ખુલાસો કર્યો હતો કે હત્યાના આરોપી અશફાક ફેસબુક પર રોહિત સોલંકી નામનું એક નકલી આઈડી બનાવીને કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો. રોહિત સોલંકીના નકલી આઈડીના સહારે જ અશફાક કમલેશ તિવારી સાથે જોડાયો હતો. કમલેશ તિવારીની પાર્ટીમાં સામેલ થવાના બહાને તેઓ તેમને મળવા આવ્યા હતા.

18 ઑક્ટોબરે ઘરમાં ઘૂસીને કરી હતી હત્યાઉલ્લેખનીય છે કે, હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના અધ્યક્ષ કમલેશ તિવારીની ગત શુક્રવારે લખનઉ સ્થિત તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. લખનઉ પોલીસ એ રવિવારે નાકા વિસ્તારની એક હોટલમાંથી લોહીથી ખરડાયેલા ભગવા કપડાં જપ્ત કર્યા હતા. જોકે, હત્યાના પાંચ દિવસ બાદ પણ કમલેશ તિવારીના હત્યારા ગુજરાત-રાજસ્થાન શામળાજી બોર્ડરથી ઝડપાયા હતા.

આ પણ વાંચો,

કમલેશ તિવારી હત્યા કેસ: આરોપી નેપાળ બૉર્ડરે પહોંચી આ કારણે ગુજરાત પરત ફર્યા હતા
કમલેશ તિવારી હત્યાકાંડ : હત્યારાઓએ ગુનો કબૂલ્યો, આ કારણે કરી હતી હત્યા
કમલેશ તિવારી હત્યા કેસ : હિંદુ સમાજ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષે કહ્યું, 'મને મારા જીવની ચિંતા થઈ રહી છે'
First published: October 23, 2019, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading