કમલેશ તિવારી હત્યા કેસ : ગૂગલની મદદથી ઘરે પહોંચ્યા હતા હત્યારા

News18 Gujarati
Updated: October 20, 2019, 7:46 AM IST
કમલેશ તિવારી હત્યા કેસ : ગૂગલની મદદથી ઘરે પહોંચ્યા હતા હત્યારા
કમલેશ તિવારી (ફાઇલ તસવીર)

કમલેશ તિવારી હત્યા કેસમાં છેલ્લા 22 કલાકમાં 3 કાવતરાખોરોની ધરપકડ કરવામાં આવી છે

  • Share this:
લખનઉ : હિન્દુ મહાસભા (Hindu Mahasabha)ના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા (Kamlesh Tiwari Murder) મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પોલીસે દાવો કર્યો છે કે ગૂગલ મેપ (Google Map)ની મદદથી હત્યારા તેમના ઘર સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત, પોલીસે એવું પણ કહ્યું છે કે તિવારીની હત્યા કરનારા ટ્રેનમાં લખનઉ આવ્યા હતા.

ગૂગલ મેપની મદદ

પોલીસ મુજબ, ચારબાગ રેલવે સ્ટેશનથી કમલેશના ઘરનું સરનામું પૂછતાં બંને હત્યારા ગણેશગંજ પહોંચ્યા હતા. બંને હત્યારાઓનું લોકેશન હરદોઈથી મુરાદાબાદ થઈને ગાજિયાબાદમાં મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હત્યારાઓએ ગૂગલની મદદથી કમલેશ તિવારની જાણકારી એકત્ર કરી. ગૂગલ મેપથી કમલેશ તિવારીનું લોકેશન શોધીને હત્યારા ખુર્શેદબાગ પહોંચ્યા.

રાત્રે 12 વાગ્યે આવ્યો હતો ફોન

હત્યારાઓનું પગેરું શોધવા માટે પોલીસે 3 મોબાઇલ નંબરને ટ્રેસ કર્યા હતા. 17 ઑક્ટોબરે એક્ટીવેટ થયેલો મોબાઇલ નંબર રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે ઘટનાના એક દિવસ પહેલા રાત્રે લગભગ 12:30 વાગ્યે કમલેશને ફોન કરવામાં આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મોબાઇલ કાનપુર ગ્રામ્યના ટેક્સી ડ્રાઇવરનો છે.

હત્યારાઓની શોધખોળ ચાલુહત્યારાઓને પકડવા માટે પોલીસની 10 ટીમો તૈયાર કરવામાં આવી. દિલ્હી અને લખનઉની ફ્લાઇટના પ્રવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી. છેલ્લા 22 કલાકમાં 3 કાવતરાખોરોની ધરપકડ કરવામાં આવી છે. શૂટરોની ઓળખ માટે 60થી વધુ કેમેરા ફુટેજને જોવામાં આવી રહ્યા છે. પોલીસે 150થી વધુ લોકોની પૂછપરછ કરી છે. આ ઉપરાંત 12 અધિકારી સહિત કુલ 55 પોલીસકર્મી અલગ-અલગ ટાસ્ક પર લાગી ગયા છે. ફોરેન્સિક લેબના 3 એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો,

કમલેશ તિવારી હત્યા : સુરતનો રશીદ પઠાણ માસ્ટર માઇન્ડ, ષડયંત્ર પણ સુરતમાં જ ઘડાયું હતું
અમદાવાદ : 'ભાજપ ધારાસભ્ય ગુમ થયેલ છે', પોસ્ટર લાગ્યા
First published: October 20, 2019, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading