કમલેશ તિવારી હત્યાકાંડ : હત્યારાઓએ ગુનો કબૂલ્યો, આ કારણે કરી હતી હત્યા

News18 Gujarati
Updated: October 23, 2019, 10:04 AM IST
કમલેશ તિવારી હત્યાકાંડ : હત્યારાઓએ ગુનો કબૂલ્યો, આ કારણે કરી હતી હત્યા
કમલેશ તિવારીના હત્યારાઓએ હત્યા કરવાની વાત કબૂલી લીધી છે.

અશફાકે કમલેશ તિવારીનું ગળું કાપ્યું અને માઇનુદ્દીને ગોળી મારી હત્યા કરી હતી

  • Share this:
લખનઉ : હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાના ચાર દિવસ બાદ ગુજરાત એટીએસ (Gujarat ATS)એ બંને મુખ્ય આરોપીઓને ગુજરાત-રાજસ્થાન શામળાજી બૉર્ડરથી ધરપકડ કરી. એટીએસ અને પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓ શેખ અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન અહમદે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેઓએ જણાવ્યું કે, કમલેશ તિવારીના વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેમની હત્યા કરવામાં આવી. નોંધનીય છે કે, કમલેશ તિવારીએ વર્ષ 2015માં મોહમ્મદ પેગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આટલું ન હીં તેમની પર રાસુકા પણ લાગ્યો હતો, જેને 2017માં અલાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ હટાવી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં તિવારીની વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો.

અશફાકે કમલેશ તિવારીનું ગળું કાપી હત્યા કરી હતી

પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા હત્યારાઓ પૈકી અશફાકે કમલેશ તિવારી પર ચાકૂથી ઉપરાઉપરી વાર કરી ક્રૂરતાથી ગળું કાપી દીધું હતું. અશફાક એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો. ગળું કાપવા દરમિયાન તેના હાથે પણ ઈજા થઈ હતી. બીજી તરફ, બીજો આરોપી માઇનુદ્દીન ફૂડ ડિલીવરીનું કામ કરતો હતો. તેણે કમલેશને ગોળી મારી હતી. સુરતથી ઝડપાયેલા કાવતરાખોર રાશિદ પઠાણ, મૌલાના મોહસીન અને ફૈઝાને જ બંનેના બ્રેનવૉશ કરી હત્યા માટે તૈયાર કર્યા હતા. એટીએસના ડીઆઇજીએ જણાવ્યું કે, બંને હત્યારાઓએ ત્રણયે કાવતરાખોર સાથે છેલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં હતા, પરંતુ તેમણે ક્યારેય ફોન પર વાત નહોતી કરી.

અત્યાર સુધી 6 લોકોની ધરપકડ

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, કમલેશ તિવારીની હત્યામાં પાંચ લોકો સામેલ હતા, જેમાંથી ત્રણ કાવતરાખોરોની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. બંને હત્યારાઓની પણ એટીએસે શામળાજી બૉર્ડરની ધરપકડ કરી લેવામાં આવી. એક અન્ય આરોપીની ધરપકડ નાગપુરથી કરવામાં આવી છે, જેને મહારાષ્ટ્ર એટીએસે ઝડપ્યો છે.

આ પણ વાંચો,કમલેશ તિવારી હત્યા કેસ: આરોપી નેપાળ બૉર્ડરે પહોંચી આ કારણે ગુજરાત પરત ફર્યા હતા
કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ
કમલેશ તિવારી હત્યા કેસ : ત્રણ આરોપી સાથે અડધી રાત્રે લખનઉ પહોંચી ગુજરાત ATS

First published: October 23, 2019, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading