CM કમલનાથ બન્યા ખેડૂતોના નાથ, સત્તા સંભાળતા જ કર્યું ખેડૂતોનું દેવું માફ

News18 Gujarati
Updated: December 17, 2018, 6:00 PM IST
CM કમલનાથ બન્યા ખેડૂતોના નાથ, સત્તા સંભાળતા જ કર્યું ખેડૂતોનું દેવું માફ
નેટવર્ક 18 ક્રિએટિવ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર બનવાના 10 દિવસની અંદર લોન માફી કરવામાં આવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કમલનાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનતાં જ પોતાનો ચૂંટણી સમયે આપેલો વાયદાનું પાલન કર્યું છે. તેમણે સીએમની ખુરશી પર બેસતાની સાથે જ ખેડૂતોની દેવા માફીની ફાઇલ પર સહી કરી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તો પોતાના રાજ્યના ખેડૂતોનું દેવું માફી કરીને આપેલું વચન પૂરું કર્યું છે, પરંતુ ગુજરાતના જસદણમાં ખેડૂતોએ મફતના ભાવમાં લસણ વેચવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે ટેકાના ભાવ આપવામાં ઠાગાઠૈયા કરતાં ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ છે. મહત્વપૂર્ણ છે કે, જસદણની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા સામસામે છે.

કમલનાથના આ નિર્ણય હેઠળ મધ્ય પ્રદેશના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. તેનાથી 40 લાખ ખેડૂતોને ફાયદો થશે. દેવા માફીનો હાલના અને ડિફોલ્ટર ખેડૂતોને પણ ફાયદો થશે. સહકારીની સાથે જ રાષ્ટ્રીય બેંકો સાથે પણ
આ વિશે ચર્ચા કરવામાં આવી છે.

મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, આ પદ સંભાળ્યા બાદ મેં પહેલી સહી દેવા માફીની ફાઇલમાં કરી હતી. કમલનાથે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના કારણે સ્થાનિકોને રોજગાર નથી મળતો. તેમણે કહ્યું કે રાજ્યમાં રોકાણ કરનારાઓને પ્રોત્સાહનની સ્કીમ ત્યારે જ લાગુ થશે જો રાજ્યના 70 ટકા લોકોને રોજગારી મળશે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેરોજગારોને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી શકે છે. તેને લઈને એક ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોના દેવા માફી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર બનવાના 10 દિવસની અંદર દેવું માફ કરવામાં આવશે. કમલનાથે પણ કહ્યું હતું કે સરકાર બનતાં જ સૌથી પહેલું પગલું દેવા માફીનું લેવામાં આવશે.
First published: December 17, 2018, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading