Home /News /national-international /VIDEO: રામમંદિર આકારનો કમલનાથે કેક કાપી વિવાદ ઊભો કર્યો, ભાજપે કહ્યું- આ હિન્દુ ધર્મનું અપમાન

VIDEO: રામમંદિર આકારનો કમલનાથે કેક કાપી વિવાદ ઊભો કર્યો, ભાજપે કહ્યું- આ હિન્દુ ધર્મનું અપમાન

કમલનાથે મંદીર આકારને કેક કાપી વિવાદ ઊભો કર્યો

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથ નવા વિવાદોમાં ઘેરાયા છે. પોતાના દિવસ પર રાખેલા એક કાર્યક્રમમાં તેઓ કેક કાપવાને લઈને વિવાદમાં સપડાયા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Bhopalpattanam (Bhopalpatnam), India
    છીંદવાડા: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથ નવા વિવાદોમાં ઘેરાયા છે. પોતાના દિવસ પર રાખેલા એક કાર્યક્રમમાં તેઓ કેક કાપવાને લઈને વિવાદમાં સપડાયા છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ વિવેક બંટી સાહૂએ રામ મંદિરની પ્રતિકૃતિનો કેક અને તેમાં બનેલી હનુમાનજીની તસ્વીર કાપવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, શરુઆતથી કમલનાથ અને કોંગ્રેસ રામ મંદિરનો વિરોધ કરતા આવ્યા છે. હવે તેમણે રામ મંદિર રુપી કેક કાપીને પોતાની ભાવના જગજાહેર કરી દીધી છે.

    બંટી સાહૂએ કહ્યું કે, આવી રીતે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, તેઓ રામમંદિર અને રામના વિરોધી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ કળિયુગમાં ફક્ત હનુમાનજી દરેક જગ્યાએ સાક્ષાત વિરાજમાન છે. તેમણે હનુમાનજીને લઈને કેક કાપીને અપમાન કર્યું છે. આ ઘટના માટે તેમણે તાત્કાલિક માફી માગવી જોઈએ.

    આ પણ વાંચો: શિવરાજની કેબિનેટ-મહાકાલની સરકાર, ભગવાન શિવની હાજરીમાં કેબિનેટ બેઠક યોજાઈ

    આપને જણાવી દઈએ કે, કમલનાથનો જન્મદિવસ 18 નવેમ્બર છે. તેઓ ચાર દિવસીય મુલાકાત માટે છીંદવાડા પહોંચ્યા હતા. આ દરમિયાન મંગળવાર સાંજે શિકારપુરમાં આવેલા બંગલા પર અમુક સમર્થકોએ જન્મ દિવસ ઉજવ્યો હતો. જન્મદિવસની ઉજવણીમાં કેક પણ લાવ્યા. જે રામંમંદિરના આકારનો હતો. તેમાં હનુમાનજીની પ્રતિમા પણ બનેલી હતી. ભાજપે તેને લઈને પ્રેસ કોન્ફ્રન્સ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. જો કે, કોંગ્રેસ કરી રહી છે કે કેક કમલનાથે નથી કાપ્યો.


    હનુમાનજીનો ફોટો લગાવીને કેક કાપવો, સનાતન પરંપરાઓનું અપમાન- મુખ્યમંત્રી


    મીડિયામાં ચર્ચામાં હનુમાનજીનો ફોટો લગાવીને કમલનાથ દ્વારા કેક કાપવાને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને ભગવાન સાથે કોઈ લેવાદેવા નથી. આ એ પાર્ટી છે જે ક્યારેક રામમંદિરનો વિરોધ કરે છે, પછી સમજાયુ કે, વોટનું નુકસાન થાય છે. તો હનુમાનજી યાદ આવે છે. પણ મુંહમાં રામ અને બગલમાં છુરી જેવું તેમનું વર્તન છે. કેક પર હનુમાનજી બનાવે છે. શું આ સનાતન પરંપરાનું અપમાન નથી ? આ હનુમાનજીનો કેક બનાવી રહ્યા છે, અને કાપી રહ્યા છો, આ હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે. જેને આ સમાજ ક્યારેય સ્વિકાર કરશે નહીં. તેમણે કહ્યું કે, કમલનાથ હનુમાનજીના ભક્ત નથી, પણ ઠગ ભક્ત છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन
    विज्ञापन