Home /News /national-international /MP રાજકીય સંગ્રામ : કમલનાથ પોતાના ધારાસભ્યોને જયપુર મોકલવાની તૈયારીમાં

MP રાજકીય સંગ્રામ : કમલનાથ પોતાના ધારાસભ્યોને જયપુર મોકલવાની તૈયારીમાં

પોતાની સરકારને બચાવવા માટે કમલનાથ મરણીયા બન્યા, બાકીના 92 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે

પોતાની સરકારને બચાવવા માટે કમલનાથ મરણીયા બન્યા, બાકીના 92 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે

  મનોજ શર્મા, ભોપાલ : મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Madhya Pradesh Crisis)ની વચ્ચે અહેવાલ સામે આવી રહ્યા છે કે કૉંગ્રેસ પોતાના બચેલા તમામ 92 ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર (Jaipur)માં શિફ્ટ કરવાની તૈયારીમાં છે. મૂળે, વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસના કુલ 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. એવામાં પાર્ટી પોતાના બાકી ધારાસભ્યોને બચાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ (Congress)એ થોડાક મહિના પહેલા મહારાષ્ટ્રના પોતાના ધારાસભ્યોને પણ આ જ સ્થળે રાખ્યા હતા.

  મૂળે, મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ રવિવાર સાંજથી ચાલુ થયું જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક મનાતાં 19 ધારાસભ્યોના ફોન સ્વિચ ઑફ કરીને બેંગલુરુના રિઝોર્ટ ચાલ્યા ગયા. તેના બીજા દિવસ એટલે કે મંગળવારે સિંધિયાએ કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. કૉંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિના કારણે પાર્ટીના મહાસચિવ તથા પૂર્વવર્તી ગ્વાલિયરના રાજઘરાનાના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીની સસ્પેન્ડ કરી દીધા. સિંધિયાની સાથે તેમના સમર્થક 22 ધારાસભ્યોના રાજીનામાંથી કમલનાથ સરકાર (Kamalnath Government) પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

  કૉંગ્રેસ છોડનારા 49 વર્ષીય સિંધિયા કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. તેમની દાદી દિવંગત વિજયરાજે સિંધિયા (Vijaya Raje Scindia) આ જ પાર્ટીમાં હતાં. એવી અટકળો છે કે સિંધિયાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી શકે છે અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં સત્તા સંઘર્ષ : જ્યાતિરાદિત્ય સિંધ્યા BJPમાં ક્યારે જોડાશે, તારીખ પર સસ્પેન્સ

  નોંધનીય છે કે, હાલ 228 બેઠકોવાળી મધ્ય પ્રદેશ વિધાનસભામાં કૉંગ્રેસ પાસે પોતાના 114 ધારાસભ્યો સહિત 7 અન્યનું સમર્થન છે. એવામાં તેમની પાસે 121 ધારાસભ્ય છે. જો રાજીનામા આપનાર 20 ધારાસભ્યોની સંખ્યાને વિધાનસભાની કુલ સીટોમાંથી ઘટાડી દેવામાં આવે તો આ ઘટીને 208 રહી જશે. આવા સમયે બહુમત માટે 105 સીટોની જરુર રહેશે.

  કોણ છે વધારે મજબૂત?

  જો કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર 20 ધારાસભ્યોની સંખ્યા ઘટાડી દેવામાં આવે તો પાર્ટી પાસે કુલ 94 ધારાસભ્ય જ રહી જશે. સાત અન્યને જોડવામાં આવે તો કુલ ધારાસભ્યોની સંખ્યા 101 થઈ જશે. ભાજપાની વાત કરવામાં આવે તો તેની પાસે પોતાના 107 ધારાસભ્ય છે. સંખ્યાઓનું ગણિત જોવામાં આવે તો કૉંગ્રેસના મુકાબલે બીજેપી મજબૂત છે. આ સાથે એ જોવું પણ રસપ્રદ રહેશે કે આખરે અપક્ષ, સપા અને બસપાના કુલ 7 ધારાસભ્યો શું નિર્ણય કરશે. હાલ કૉંગ્રેસના દરેક નેતાના જીભે એ વાત છે કે સરકાર સ્થિર છે.

  આ પણ વાંચો, હવે રાજસ્થાનનો વારો! BJP સૂત્રોનો દાવો - કૉંગ્રેસના 3 ડઝન ધારાસભ્ય અમારા સંપર્કમાં
  " isDesktop="true" id="965484" >
  First published:

  Tags: Jyotiraditya Scindia, Kamalnath, Madhya pradesh, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन