354 કરોડના બેંક ગોટાળામાં મધ્ય પ્રદેશ CM કમલનાથના ભાણા રતુલ પુરીની ધરપકડ

News18 Gujarati
Updated: August 20, 2019, 12:04 PM IST
354 કરોડના બેંક ગોટાળામાં મધ્ય પ્રદેશ CM કમલનાથના ભાણા રતુલ પુરીની ધરપકડ
કમલનાથનો ભાણો રતુલ પુરી (ફાઇલ ફોટો)

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ફરિયાદ દાખલ કરતાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો

  • Share this:
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે (ED) ધરપકડ કરી લીધી છે. પુરી પર 354 કરોડ રૂપિયાના બેંક ગોટાળાનો આરોપ છે. બે દિવસ પહેલા આ મામલામાં સીબીઆઈએ પુરી અને અન્યની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પુરી મોજરબેયરનો પૂર્વ કાર્યકારી નિદેશક છે.

માતાની વિરુદ્ધ પણ કેસ

સીબીઆઈએ જે લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો છે તેમાં પુરી ઉપરાંત કંપની (એમબીઆઈએલ), તેના પિતા અને મેનેજિંગ ડિરેક્ટર દીપક પુરી, નીતા પુરી (રતુલની માતા અને કમલનાથી બહેન), સંજય જૈન અને વિનીત શર્મા સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે તેની પર કથિત રીતે અપરાધિક ષડયંત્ર રચવા, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે રતુલે 2012માં કાર્યકારી નિદેશકના પદથી રાજીનામું આપી દીધું હતું જ્યારે તેના માતા-પિતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ હતા.

આ પણ વાંચો, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને માત આપવા કેજરીવાલે અપનાવી આ રણનીતિ

બેંકનો શું છે આરોપ?

બેંકે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કંપની 2009થી અલગ-અલગ બેંકોથી લોન લઈ રહી હતી અને અનેકવાર ચૂકવણીની શરતોમાં ફેરફાર કરી ચૂકી હતી. બેંકની આ ફરિયાદ હવે સીબીઆઈની પ્રાથમિકીની હિસ્સો છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો કે જ્યારે તે (કંપની) લોનની ચૂકવણી કરવામાં અસમર્થ રહી તો એક ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ખાતાને 20 એપ્રિલ 2019ના રોજ ખોટું જાહેર કરી દીધું.આ પણ વાંચો, બાલાકોટ પછી પાકિસ્તાનમાં ઘુસીને યુદ્ધ કરવા માટે તૈયાર હતી ભારતીય સેના
First published: August 20, 2019, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading