Home /News /national-international /કમલા હેરીસ પહેલી મહિલા જેને મળ્યાં અમેરિકાની રાષ્ટ્રપતિનાં પાવર, બાઇડન હોસ્પિટલમાં દાખલ

કમલા હેરીસ પહેલી મહિલા જેને મળ્યાં અમેરિકાની રાષ્ટ્રપતિનાં પાવર, બાઇડન હોસ્પિટલમાં દાખલ

File Photo

આજે જો બાઇડેનનો 79મો જન્મ દિવસ છે ત્યારે જો બાઇડેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે શુક્રવારે રાત્રે 25 મિનિટ માટે નિયમિત તેમની તપાસ થઇ હતી જે માટે તેમને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો. જે માટે કમલા હેરિસને અમેરિકાનાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં છે.

વધુ જુઓ ...
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન કેટલાક દિવસ માટે તેમના તમામ અધિકાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી છે.. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં આવેલ તમામ સત્તા હવે કમલા હેરિસને આપવામાં આવશે. કમલા હેરિશ થોડા સમય માટે એટલે કે 85 મિનિટ માટે અમેરિકાની સત્તા સંભાળી રહ્યાં છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે જો બાઈડન કોલોનોસ્કોપી માટે એનેસ્થેસિયા લીધો છે તેને પગલે તેઓ રાષ્ટ્રપતિ તરીકેનો પાવર કમલા હેરિસને સોંપવામાં આવી છે. વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમની સત્તા ટ્રાન્સફર કરશે. આ સમયે તેઓ પોતાની સારવાર માટે એનેસ્થેસિયા લીધો છે.. જો બાઈડન દર વર્ષે કોલોનોસ્કોપી કરાવે છે.

આજે જો બાઈડનનો 79મો જન્મ દિવસ - જો બાઈડને રાષ્ટ્રપતિ પદ સંભાળનાર અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે. આજે શનિવારે બાઈડન તેમને 79મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. CNNના અહેવાલ પ્રમાણે જન્મ દિવસના એક દિવસ અગાઉ શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર ગયા હતા. આમ તો તેઓ પ્રત્યેક વર્ષે સારવાર કરાવે છે. પણ આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ટ્રીટમેન્ટ છે. કોલોનોસ્કોપી એક્ઝામિનેશન સમયે તેઓ બેભાન કરવામાં આવશે. આ સમયે પ્રેસિડેન્શિયલ પાવર હેરિસને આપવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ બની અનેક બાબતોમાં પ્રથમ બન્યા છે કમલા હેરિસ- આ અગાઉ પણ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની અનેક બાબતમાં પ્રથમ બન્યા છે. તેઓ અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયા મૂળના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. પાસ્કીના મતે બાઈડનના એનેસ્થેસિયાની અસરમાં રહેશે ત્યાં સુધી હેરિસ પ્રેસિડેન્શિયલ પાવર સંભાળશે, જોકે તેઓ વેસ્ટ વિંગ સ્થિત તેમની ઓફિસથી જ કામ કરશે.
First published:

Tags: Joe biden, Joe biden Hospitalized, Kamla Harris, US president