Home /News /national-international /

Viral Video: ટ્રમ્પ વિરુદ્ધના પ્રચારમાં કમલા હૈરિસે વરસાદમાં કર્યો જોરદાર ડાન્સ

Viral Video: ટ્રમ્પ વિરુદ્ધના પ્રચારમાં કમલા હૈરિસે વરસાદમાં કર્યો જોરદાર ડાન્સ

US Elections: પ્રચાર દરમિયાન કમલા હૈરિસે કહ્યું- વરસાદ, તડકો કે લોકતંત્ર કોઈની રાહ નથી જોતાં

US Elections: પ્રચાર દરમિયાન કમલા હૈરિસે કહ્યું- વરસાદ, તડકો કે લોકતંત્ર કોઈની રાહ નથી જોતાં

    વોશિંગટનઃ અમેરિકા (America)માં ઉપરાષ્ટ્રપ્રમુદ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર કમલા હૈરિસ (Kamala Harris)એ કહ્યું છે કે વરસાદ કે તડકો, લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં. આ દરમિયાન કમલા હૈરિસનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરસ થઈ રહ્યો છે જેમાં તેઓ ફ્લોરિડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વરસાદમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ઇન્ટરનેટ પર તેના વીડિયો (Kamala Harris Dance Video) ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

    વરસાદમાં છત્રી લઈને લોકોનું અભિવાદન ઝીલતા હોય એવો એક ફોટો કમલા હૈરિસે પોતે જ ટ્વિટર પર શૅર કર્યો છે જેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે ક , વરસાદ કે તડકો, લોકતંત્ર કોઈની માટે રાહ નથી જોતાં. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો ફ્લોરિડામાં ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. આ દરમિયાન રેલીમાં ઉપસ્થિત તમામ લોકો તેમના ઉત્સાહને પ્રોત્સાહન આપતાં જોવા મળ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સે પણ કમલા હૈરિસના ડાન્સના ખૂબ વખાણ કર્યા અને તેમની તસવીરો અને વીડિયોને એકબીજાને શૅર કર્યા. લોકો તેની પર પોતાની કોમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

    આ પણ વાંચો, થાઇલેન્ડના રાજાએ પોતાના કૂતરાને બનાવ્યો એરફોર્સ ચીફ, 20 સેક્સ સોલ્જર્સની સાથે કરી રહ્યા છે એશ



    નોંધનીય છે કે, કમલા હૈરિસે સોમવારે પોતાનો ચૂંટણી પ્રચાર ફરીથી શરૂ કર્યો, જેને તેઓએ પોતાના બે કર્મચારીઓના કોરોના સંક્રમિત થયા બાદ રોકી દીધો હતો. કમલા હૈરિસે સોમવારે ઓરલેન્ડો અને જક્સનવિલેમાં પ્રચાર કર્યો.

    આ પણ વાંચો, US પ્રેસિડેન્શલ ડિબેટઃ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- ભારતની હવા ખૂબ જ ખરાબ

    હૈરિસની માતા ભારતના છે અને પિતા જમૈકાથી હતા. કમલા હૈરિસે ગત ઓગસ્ટ મહિનામાં એ સમયે ઈતિહાસ રચી દીધો હતો જ્યારે ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ઉપરાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેઓ પહેલી અશ્વેત અને પહેલી એશિયન-અમેરિકન મહિલા છે જેમને અમેરિકામાં એક પ્રમુખ રાજકીય પાર્ટી દ્વારા ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Democratic Party, Kamala Harris, Social media, US Elections 2020, અમેરિકા, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन