મધ્ય પ્રદેશ : સંકટમાં ફસાઈ કૉંગ્રેસ સરકાર, કમલનાથે સિંધિયાને મોકલ્યો 'મૈત્રી' સંદેશ

News18 Gujarati
Updated: March 10, 2020, 9:38 AM IST
મધ્ય પ્રદેશ : સંકટમાં ફસાઈ કૉંગ્રેસ સરકાર, કમલનાથે સિંધિયાને મોકલ્યો 'મૈત્રી' સંદેશ
જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રદેશ અધ્યક્ષ બનાવવા કે રાજ્યસભા મોકલવાથી કોઈને કોઈ સમસ્યા નથી : કમલનાથ

જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રદેશ અધ્યક્ષ બનાવવા કે રાજ્યસભા મોકલવાથી કોઈને કોઈ સમસ્યા નથી : કમલનાથ

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં વરિષ્ઠ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ના નજીક મનાતાં 16 ધારાસભ્યો ના મોબાઇલ બંધ કરીને બેંગલુરુ રવાના થવાની સાથે મુશ્કેલીમાં ફસાયેલા મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)એ નારાજ ચાલી રહેલા ગુણાના પૂર્વ સાંસદને 'મૈત્રી' સંદેશ મોકલ્યો છે.

કમલનાથે News18ની સાથેની વાતચીતમાં કહ્યું કે સિંધિયાના પ્રદેશ અધ્યક્ષ બનાવવા કે રાજ્યસભા મોકલવાથી કોઈને કોઈ સમસ્યા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેનાથી કોઈ સમસ્યા નથી અને સિંધિયાને જો પહેલા જ કોઈ જવાબદારી આપવામાં આવે છે તો કોઈ સમસ્યા નથી. તેઓએ બેંગલુરુ ગયેલા સિંધિયાના સમર્થક ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેઓ તેમને કેબિનટમાં સમાયોજિત કરવા માટે તૈયાર છે.

રાજ્યમાં ખૂબ જ પાતળી બહુમતીવાળી સરકાર ચલાવી રહેલા કમલનાથે દિગ્વિજય સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે પોતાના નિવાસસ્થાને સોમવાર રાત્રે લગગભ 10 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી. તેનાથી ઠીક પહેલા તેઓએ દિલ્હી જઈને સોનિયા ગાંધીને રાજ્યની રાજકીય સ્થિતિ અને આગામી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોની જાણકારી આપી હતી.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશના 20 મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપ્યા, નવી કેબિનટની શક્યતા

આ કેબિનેટ બેઠકમાં 20 મંત્રીઓ હાજર રહ્યા, જેમાંથી તમામે પોતાના રાજીનામા આપી દીધા. કમલનાગે આ પગલાને બળવાખોર ધારાસભ્યોને મંત્રી બનાવવાની ઑફર તરીકે જોવામાં આવી રહ્યું છે.

હવે કમલનાથના આ 'મૈત્રી' સંદેશનો જ્યોતિરાદિત્ય સિંધિયા શું જવાબ આપે છે, તે આજે સ્પષ્ટ થવાની આશા છે, જ્યારે સિંધિયા પોતાના પિતા અને પૂર્વ કૉંગ્રેસ દિગ્ગજ માધવરાવ સિંધિયાની જયંતી અવસરે ગ્વાલિયર પહોંચશે.બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના નેતા નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા જો પાર્ટીમાં આવે છે તો તેમનું ખુલા દિલથી સ્વાગત છે. તેઓએ કહ્યું કે સિંધિયા મોટા નેતા છે.

આ પણ વાંચો, Holi 2020: નોટો પર લાગ્યો રંગ તો ચિંતા ન કરો, જાણો શું છે RBIનો નિયમ


 
First published: March 10, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading