Home /News /national-international /કમલનાથ સરકારે RSS ઓફિસની સુરક્ષા હટાવી, દિગ્વિજયસિંહે જ કર્યો વિરોધ

કમલનાથ સરકારે RSS ઓફિસની સુરક્ષા હટાવી, દિગ્વિજયસિંહે જ કર્યો વિરોધ

દિગ્વિજયસિંહ, કમલનાથ (પીટીઆઈ તસવીર)

આ અંગે ટ્વટિ કરતા દિગ્વિજયસિંહે લખ્યું કે, "ભોપાલ ખાતેની આરએસએસ ઓફિસની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય અયોગ્ય છે."

ભોપાલ : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથની સરકારે ભોપાલ સ્થિત આરએસએસ (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ)ની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણીના થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશ સરકારના આવા નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજયસિંહે નારાજગી વ્યક્ત કરી છે. દિગ્વિજિયસિંહે આ મામલે ટ્વિટ કરીને આરએસએસ ઓફિસરની સુરક્ષા ફરીથી બહાલ કરવાની વિનંતી કરી છે.

આ અંગે ટ્વટિ કરતા દિગ્વિજયસિંહે લખ્યું કે, "ભોપાલ ખાતેની આરએસએસ ઓફિસની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય અયોગ્ય છે. હું મુખ્યમંત્રી કમલનાથને વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી આરએસએસ ઓફિસની સુરક્ષા બહાલ કરવામાં આવે.

સરકારના આવા નિર્ણયનો વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતાઓ આ મામલે ટ્વિટ કરતા લખ્યું કે, "સુરક્ષા હટાવી લેવી એ કમલનાથ સરકારનું નિંદાજનક પગલું છે. ભારતીય કોંગ્રેસે કદાચ ફરીથી કોઈ હુમલાની યોજના બનાવી છે. જો આરએસએસના કોઈ કાર્યકરને સામાન્ય ઈજા પણ પહોંચશે તો કોંગ્રેસને યોગ્ય જવાબ આપીશું."

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ અને છત્તીગઢ માટે ભોપાલના E-2 વિસ્તારમાં આરએસએસનું કાર્યાલય સમિધા આવેલું છે. આરએસએસના પૂર્વ વડા કેસી સુદર્શને જ્યારે 2009માં કાર્યાલય ખાતે જ રહેવાનો નિર્ણય કર્યો ત્યારે કાર્યાલયનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ સમયે બીજેપીની સરકારે SAF સુરક્ષા આપી હતી. વર્ષ 2012માં સુદર્શનના નિધન બાદ પણ આ સુરક્ષા હટાવવામાં આવી ન હતી.

સુરક્ષા હટાવવા અંગે આરએસએસના સ્થાનિક ઇન્ચાર્જ નરેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે, આરએસએસ તરફથી ક્યારેય સુરક્ષા માંગવામાં આવી ન હતી. એટલું જ નહીં સુરક્ષા હટાવી લેવા અંગે પણ તેમને કોઈ જાણ નથી. કાર્યકરે એવું કહ્યું હતું કે, "સુરક્ષા હટાવી લેવા સામે અમનો કોઈ વિરોધ નથી."

આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ મામલે કોઈ જ અધિકારિક આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ જગ્યાએ બંદોબસ્ત માટે જે જગ્યાએ વધારે સ્ટાફ હોય ત્યાંથી તેને પરત લેવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Kamal Nath, Madhya pradesh, RSS, ભોપાલ