અશોક ગેહલોતે રાજસ્થાન, કમલનાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકાને શપથ લીધા

રાજસ્થાનમાં અશોક ગેહલોત સવારે 10 વાગ્યે, મધ્ય પ્રદેશમાં કમલનાથ બપોરે એક વાગ્યે અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

News18 Gujarati
Updated: December 17, 2018, 3:39 PM IST
અશોક ગેહલોતે રાજસ્થાન, કમલનાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકાને શપથ લીધા
કમલનાથ, અશોક ગેહલોત
News18 Gujarati
Updated: December 17, 2018, 3:39 PM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ હિન્દી હાર્ટલેન્ડ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીઓ આજે સીએમ પદના શપથ લીધા હતા. સૌપ્રથમ રાજસ્થાનના મુખ્યમંત્રી પદેલ અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે સચિન પાયલટે ડેપ્યુટી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથે પણ શપથ લીધા હતા. તેમને ગવર્નર આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા હતા.

બંને શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ હાજર રહ્યા હતા.

રાજસ્થાનમાં અશોક ગેહલોત સવારે 10 વાગ્યે, મધ્ય પ્રદેશમાં કમલનાથ બપોરે એક વાગ્યે અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આશ્ચર્યની વચ્ચે આ શપથ ગ્રહણ સમારંભમાં સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતી હાજર રહ્યા ન હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શપથ ગ્રહણ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સહિત વિપક્ષના અનેક નેતાઓ પણ શપથ સમારંભમાં હાજર રહ્યા હતા.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા કમલનાથની મુખ્યમંત્રી તરીકેની તાજપોશી જમ્બૂરી મેદાનમાં થઈ હતી. આ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી જાણીતી હસ્તીઓની સાથે સાથે મધ્ય પ્રદેશમાંથી એક લાખ જેટલા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.  કમલનાથના શપથ સમારંભમાં હાજર રહેનાર મહેમાનોની સગવડતા માટે જમ્બૂરી મેદાન નજીક પાંચ હેલિવેડ બનાવવામાં આવ્યા હતા.

Kamal Nath, Bhupesh Baghel and Ashok Gehlot
કમલનાથ, ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત

Loading...

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથ વિશે આ પાંચ વાત તમે જાણો છો?

રાજસ્થાનમાં આઝાદી પછી પ્રથમ વખત રાજધાની જયપુરના હાર્ટ એવા એલ્બર્ટ હોલમાં નવી સરકારનો શપથ સમારંભ યોજાયો હતો.  આ પહેલા નવી સરકારનો શપથ સમારોહ રાજભવનમાં જ થતો હતો. ગત વર્ષે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જનપથ પર શપથ ગ્રહણ સમારંભની શરૂઆત કરી હતી. ગેહલોત સરકારનો શપથ ગ્રહણ સમારંભ સવારે 10 વાગ્યે શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોની જીત બદલ રુપાણીએ કહ્યું- વર્ષો પછી કોંગ્રેસના ઘરે પારણું બંધાયું

છત્તીસગઢના રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢના ગવર્નર આનંદીબેન પટેલે ભૂપેશ બઘેલને શપથ માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા ભૂપેશ બઘેલે કોંગ્રેસના ધારાસભ્ય સાથે રાજભવનમાં નવી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.
First published: December 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...